અમેરિકા પ્રથમ, રશિયા બીજા અન્ો ચીન ત્રીજા સ્થાન્ો: ૧૪,૫૫,૫૫૦ એક્ટિવ સ્ૌનિકો અન્ો સૌથી મોટી થલસ્ોના સાથે ભારતનું મહત્ત્વનું સ્થાન:ગ્લોબલ રેિંંકગમાં પાકિસ્તાન ૧૪મા ક્રમે
સૈન્ય શક્તિ મામલે પાકિસ્તાનની હાલત દૃયાજનક
કોઈપણ દૃેશનો વૈશ્ર્વિક સ્તરે પ્રભાવ માત્ર તેની આર્થિક સ્થિતિથી નક્કી થતો નથી, પરંતુ દૃેશની સેના તેનું સાચું સામર્થ્ય અને સુરક્ષાનું પ્રતિક હોય છે. મજબૂત સેના દૃેશને વધુ સશક્ત બનાવે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્લોબલ ફાયરપાવર (ય્હ્લઁ)ની તાજેતરની રેિંક્ધગ અનુસાર, વિશ્ર્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદૃી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ દૃેશોના સૈન્ય બળનું સ્થાન નક્કી થયું છે. વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. ૦.૦૭૪૧ના પાવર ઇન્ડેક્સ, ૧૩.૨૮ લાખ એક્ટિવ સૈનિકો અને સૌથી વધુ સંરક્ષણ બજેટ સાથે અમેરિકા એડવાન્સ ટેક્નોલોજીમાં પણ આગળ છે. રશિયા બીજા સ્થાને છે,
જે ૧૩.૨૦ લાખના સૈન્ય બળ અને આધુનિક તકનીકથી અમેરિકાને ટક્કર આપે છે. જ્યારે ચીન ૨૦.૩૫ લાખના વિશાળ સૈન્ય બળ અને સતત વધતા સંરક્ષણ બજેટ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદૃીમાં ભારત ચોથું સ્થાન ધરાવે છે. ભારત પાસે ૧૪,૫૫,૫૫૦ એક્ટિવ સૈનિકો છે અને તેની થલ સેના વિશ્ર્વની સૌથી મોટી સેનાઓમાંથી એક છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે સ્વદૃેશી ટેક્નોલોજી અને હથિયારો પર ભરોસો વધારવામાં આવી રહૃાો છે, જેનાથી ભારતની સૈન્ય તાકાત સતત મજબૂત થઈ રહી છે.
યાદૃીમાં દૃક્ષિણ કોરિયા ૬ લાખ એક્ટિવ સૈનિકો અને અત્યાધુનિક નૌસેના સાથે પાંચમા ક્રમે છે. ફ્રાન્સ એરફોર્સ અને એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીના બળે છઠ્ઠા સ્થાને છે. જાપાન િંહદૃ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન માટે મોટો પડકાર બનીને સાતમા ક્રમે રહૃાું છે.
યુનાઈટેડ િંકગડમ (યુકે) પોતાની મજબૂત નૌસેના અને ૨ લાખ સૈનિકો સાથે આઠમા ક્રમે છે. તૂર્કિયે ૩.૫૫ લાખથી વધુ એક્ટિવ સૈનિકો, મોટી સંખ્યામાં રિઝર્વ બળ અને ૨૨૦૦થી વધુ ટેક્ધ-તોપો સાથે નવમા ક્રમે છે, જે ઈસ્લામિક દૃેશોમાં સૌથી શક્તિશાળી સેના ધરાવે છે. ઈટાલી પોતાની સશક્ત નૌસેના અને ૨.૨૦ લાખ સૈનિકો સાથે ૧૦મા સ્થાને છે.વિશ્ર્વની સૌથી શક્તિશાળી સેનાઓની ટોપ-૧૦ યાદૃીમાં પાકિસ્તાનને સ્થાન મળ્યું નથી. ૬.૬૦ લાખ એક્ટિવ સૈનિકો ધરાવતું પાકિસ્તાન આ ગ્લોબલ રેિંક્ધગમાં ૧૪મા ક્રમે આવે છે.
