અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર નવું અપડેટ ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે રુબિયો

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ હવે તેના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અમેરિકામાં ભારતના રાજદૃૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા છે કે, બન્ને દૃેશો વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલના લગભગ તમામ મુખ્ય ભાગો પર સહમતિ બની ચૂકી છે. હવે ડીલની કાનૂની અને ટેકનિકલ ભાષાને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહૃાું છે. આ વચ્ચે અમેરિકા વિદૃેશ મંત્રી માર્કો રુબિયો ઓક્ટોબરમાં ફરીથી ભારતની મુલાકાતે આવશે.

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે

સર્જિયો ગોરે ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં કહૃાું કે, વેપાર સમજુતીને લઈને ‘સૈદ્ધાંતિક રીતે લગભગ બધું જ નક્કી થઈ ચૂક્યું છે. તેમણે કહૃાું કે, હવે મુખ્ય કામ સમજુતીના ટેક્સ્ટને આખરી ઓપ આપવાનું છે. તેમણે જણાવ્યું કે, ડીલને ફાઇનલ કરવામાં એટલા માટે પણ મોડું થઈ રહૃાું છે કારણ કે હજુ લીગલ અને ટેકનિકલ ભાષાને લઈને કામ ચાલી રહૃાું છે.
અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રુબિયો ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે આવશે. આ તેમનો આ વર્ષનો બીજો ભારત પ્રવાસ હશે.
સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર, રુબિયો આ પહેલા મે મહિનામાં લગભગ પાંચ દિૃવસ ભારતમાં રહૃાા હતા અને હવે ઓક્ટોબરમાં તેમનો ઘણા દિૃવસોનો પ્રવાસ પ્રસ્તાવિત છે. એટલા ઓછા અંતરાલમાં અમેરિકી પ્રશાસનના એક શીર્ષ અધિકારીની ફરીથી ભારત યાત્રાને બન્ને દૃેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંપર્ક તરીકે પણ જોવામાં આવી રહૃાા છે.
રશિયા પાસેથી ઓઈલ ખરીદૃનારા દૃેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાની સાથે જોડાયેલા અમેરિકી કોંગ્રેસના પ્રસ્તાવ પર પણ સર્જિયો ગોર સ્પષ્ટતા કરી. તેમણે કહૃાું કે, આ પ્રસ્તાવને રિપબ્લિકન અને ડેમોક્રેટિક, બન્ને પક્ષોના સાંસદૃોનું સમર્થન મળ્યું છે, પરંતુ તેને વ્હાઇટ હાઉસની પહેલ તરીકે ન જોવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ