મોદૃી-પુતિન બેઠક પહેલાં રશિયાની મોટી સૈન્ય ઓફર

ચીન-પાકિસ્તાન ચોંકી ઉઠ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિન વચ્ચેની આગામી બેઠક પહેલાં રશિયાએ ભારત સમક્ષ મહત્વનો સૈન્ય પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલ છે. ભારત પોતાની વાયુસેના અને એર ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત કરવાની દિૃશામાં આગળ વધી રહૃાું છે ત્યારે રશિયાએ અત્યાધુનિક જી-૫૦૦ એર ડિફેન્સ સિસ્ટમ અને જીે-૫૭ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ માટે ઓફર રજૂ કરી હોવાનું જણાવાય છે.
આ પ્રસ્તાવ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ચીન અને પાકિસ્તાનની વધતી હવાઈ ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાને આધુનિક ફાઇટર જેટ અને મજબૂત એર ડિફેન્સની જરૂરિયાત છે.
ભારત પાસે પહેલેથી જ રશિયાની જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ છે. તેની સફળતા બાદૃ રશિયા ભારતને વધુ પાંચ જી-૪૦૦ સ્ક્વોડ્રન આપવાની સાથે નવી પેઢીની જી-૫૦૦ સિસ્ટમ પણ ઓફર કરી રહૃાું હોવાનું કહેવાય છે.આ ડીલ આગળ વધે તો ભારતને ફાઇટર જેટની સંખ્યા વધારવાની સાથે સ્થાનિક મેન્યુફેક્ચિંરગ ક્ષમતામાં પણ વધારો કરવાની તક મળી શકે છે.

રિલેટેડ ન્યૂઝ