કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે
વૈશ્ર્વિક રાજકારણની ષ્ટિએ આ મુલાકાત ખાસ બની
કિર્ગિસ્તાનના બિશકેકમાં આયોજિત ૨૬મી શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન સમિટ વૈશ્ર્વિક રાજકારણની ષ્ટિએ ખૂબ જ ખાસ બની રહી. આ સમિટમાં ભારત, રશિયા અને ચીન એક જ મંચ પર એકસાથે જોવા મળ્યા હતા. આ ત્રણેય દૃેશોની ભાગીદૃારી આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં મોટા સમીકરણો સર્જે છે અને આ વખતે પણ ત્રણેય નેતાઓની મુલાકાતનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાા છે.
સમિટ દૃરમિયાન જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિૃમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનિંપગ એક તરફથી આવી રહૃાા હતા, ત્યારે સામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઊભા હતા. ત્રણેય નેતાઓ સામસામે આવતાં જ ખૂબ જ ઉષ્માભેર એકબીજાને મળ્યા હતા. પીએમ મોદૃીએ પુતિન અને શી જિનિંપગનો હાથ પકડીને વાતો કરી હતી. આ ક્ષણને વૈશ્ર્વિક મીડિયામાં ભવિષ્યના વૈશ્ર્વિક નેતૃત્વના એક મજબૂત સંદૃેશ તરીકે જોવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક સમયમાં ચીન, ભારત અને રશિયાના શીર્ષ નેતૃત્વ વચ્ચેની આ સતત બીજી મોટી મુલાકાત છે. આગામી સમયમાં ત્રણેય નેતાઓ ફરી એકવાર મ્ઇૈંઝ્રજી સમિટમાં મળવાના છે, જેનું યજમાનપદૃ આ વખતે ભારત કરી રહૃાું છે.
ભારતમાં યોજાનારી આ સમિટમાં રશિયન પ્રમુખ હાજર રહેવાના છે, જ્યારે ચીનના પ્રમુખ પણ હાજરી આપે તેવી શક્યતા છે.
