નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો, ૯૬૨થી વધુ મોત થયા

૪૪૦૦ લોકો હજુ પણ સંપર્ક વિહોણા

ચીન-નેપાળ સરહદૃ નજીક ગ્લેશિયરનો એક મોટો હિસ્સો તૂટી પડતાં સર્જાયેલી કુદૃરતી હોનારતે નેપાળ અને તિબ્બતમાં ભારે તબાહી મચાવી છે. અચાનક વિપુલ પ્રમાણમાં પાણી, ખડકો અને કાટમાળ નીચે તરફ ધસી આવતા અનેક ગામડાઓ તથા શહેરો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ભયાનક પૂર અને ભેખડો ધસી પડવાને કારણે કેટલાક ગામો તણાઈ ગયા છે અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દૃબાઈ ગયા છે. રાહત અને બચાવ કાર્ય બીજા અઠવાડિયામાં પ્રવેશવાની સાથે જ નવી વિકટ સમસ્યાઓ સામે આવી રહી છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ૯૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૪૪૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરના આ પાણી સાથે તણાઈને આવેલી ઓછામાં ઓછી ૧૭ લાશો ભારત સરહદૃ પાસેથી પણ મળી આવી છે. પૂર અને હોનારતના સાત દિૃવસ વિતી ગયા બાદૃ હવે નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે. કાટમાળ અને કાદૃવમાં દૃબાયેલા મૃતદૃેહો હવે સડવા લાગ્યા છે અને ચારેય તરફ દૃુર્ગંધ ફેલાઈ રહી છે. આ સ્થિતિ સ્વચ્છતા અને આરોગ્ય માટે સૌથી મોટો પડકાર બની રહી છે. હવે બચાવ ટુકડીઓ સામે રાહત કામગીરીની સાથે સફાઈ જાળવવાની અને રોગચાળો ફેલાતો અટકાવવાની બેવડી જવાબદૃારી આવી ગઈ છે.
નેપાળના રસુવા જિલ્લામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટની વિવિધ ટનલ અંદૃર આશરે ૧૦૦ જેટલા કર્મચારીઓ ફસાયા હોવાની ભીતિ છે. બચાવ ટુકડીઓ કાદૃવ અને કાટમાળ હટાવીને ટનલ સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં બે ટનલમાંથી ત્રણ મૃતદૃેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ કેટલાક લોકો જીવિત મળી આવશે તેવી આશા સાથે કામગીરી ચાલી રહી છે. નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે ૨૦,૬૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ અને કર્મચારીઓને તહેનાત કર્યા છે અને અત્યાર સુધીમાં ૩૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મૃતદૃેહોની સતત વધતી સંખ્યાના કારણે નેપાળના શબઘરોમાં જગ્યા ઓછી પડી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, જે મૃતદૃેહોની ઓળખ શક્ય નથી થઈ, તેમના ડ્ઢદ્ગછ સેમ્પલ લઈને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહૃાા છે, જેથી કરીને આગળ જતાં તેમની ઓળખ સ્પષ્ટ થાય ત્યારે સ્વજનોને માહિતગાર કરી શકાય.

રિલેટેડ ન્યૂઝ