અમેરિકા-ઇરાન યુધ્ધ તીવ્ર બન્યુ:ભીષણ હુમલા

અમેરિકાના હુમલા અને ટ્રમ્પની ચેતવણી સામે ઇરાનનો જવાબ

ઇરાન્ો કુવૈત, બહેરીન, ઇરાક, જોર્ડનમાં અમેરિકી બ્ોઝન્ો નિશાન બનાવ્યા

હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના ક્ષેત્રોમાં અમેરિકાના મિસાઇલ-ડ્રોન હુમલા:ઇરાનમાં લગ્ન સમારોહમાં મિસાઇલ પડતા પાંચના મોત, ૬૮ ઘાયલ

અમેરિકા-ઈરાને લગભગ એક માસ સુધી શાંતિ વાટાઘાટો માટે તખ્તો બનાવ્યા બાદૃ ફરી અચાનક યુદ્ધ ભડકયુ છે અને તે વધુ ભીષણ બની રહૃાું છે. અમેરિકાએ લગભગ પુરા ઈરાન તથા ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ આસપાસના ઈરાની અંકુશના ટાપુઓ તથા ચાબહાર પોર્ટ સહિતના બંદૃરોને નિશાન બનાવ્યા હતા તો ઈરાને પણ તેનો વળતો જવાબ આપતા કુવૈત, બહેરીન અને જોર્ડન સુધી અમેરિકી લશ્કરી મથકો પર ડ્રોન-મિસાઈલ હડમલો કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીના સ્વરમાં કહૃાું કે હજું વધુ મોટા હડમલા બાકી છે તો ઈરાને વળતો જવાબ આપતા કહૃાું કે અમેરિકાને પસ્તાવુ પડે તેવા મોટા હડમલાથી જવાબ અપાશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દૃાવો કર્યો કે હોર્મુઝ જળમાર્ગ પર વ્યાપારી જહાજો પર અને આ ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સેના પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા સતત હડમલા કરવામાં આવી રહૃાા છે તેથી તેનો જવાબ આપવામાં આવી રહૃાો છે.
પ્રમુખ ટ્રમ્પે આર્થિક મોરચે ઈરાનને ઘેરવાની જાહેરાત કર્યા બાદૃ ફરી લશ્કરી હડમલા શરૂ કરતા વૈશ્ર્વિક ક્રુડતેલ સહિતના બજારોમાં જબરા ઉછાળા આવ્યા છે. અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગ પાસેના સિરિક ક્ષેત્રમાં કરેલા હડમલામાં એક લગ્ન સમારોહ પર મિસાઈલ પડતા ૪ વર્ષની બાળકી સહિત પાંચ લોકોના મોત થયા હતા અને અનેક ઘવાયા છે તો ઈરાને દૃાવો કર્યો છે કે જોર્ડનમાં અમેરિકી મથકો પર ડ્રોન-મિસાઈલ હડમલામાં અમેરિકી દૃળોને ભારે ખુવારી સહન કરવી પડી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ ઈરાકના ઈર્બીલ ક્ષેત્રમાં પણ અમેરિકી મથક પર હડમલો કર્યો છે. જોર્ડને દૃાવો કર્યો છે કે ૧૩ ઈરાની મિસાઈલ આ ક્ષેત્રમાં દૃાગવામાં આવ્યા હતા જેમાં ૧૦ હવામાં તોડી પડયા છે. બીજી વસતિથી દૃુરના ક્ષેત્રમાં પડયા છે. અમેરિકાએ તેના દૃળોની કોઈ જાનહાની થયાનું નકાર્યુ છે. બહેરીન-કુવૈત-ઈરાકના ક્ષેત્રોમાં પણ ઈરાની હડમલાના વિસ્ફોટ સંભળાયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડીયા હેન્ડલ પર લખ્યું કે જો ઈરાન ‘ન્યાયી કરી શકાય તેવા હડમલાનો જવાબ આપશે તો વધુ મોટા હડમલા કરવામાં આવશે. તેઓએ ઈરાન ‘ખત્મ થઈ ગયું છે એવો દૃાવો ફરી કર્યો હતો. ઈરાને પણ આ પ્રકારના હડમલાના ગંભીર પરિણામોની તૈયારી રાખવા અમેરિકાને ચેતવણી આપી છે.

રિલેટેડ ન્યૂઝ