પાકિસ્તાનમાં 100 વર્ષ જૂનું પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું:મદરેસા માટે જમીન હડપ કરવાનો આક્ષેપ

પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં નારોવાલ જિલ્લાનાં સિરાજ ગામમાં આવેલું 100થી 125 વર્ષ જૂનું ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે. લાહોરથી આશરે 130 કિલોમીટર દૂર 1,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રાચીન મંદિરના વિનાશ બાદ સ્થાનિક હિન્દુ સમુદાય અને લઘુમતી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લઘુમતી સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે કે આજુબાજુની મદરેસાના વિસ્તરણ માટે કટ્ટરપંથીઓ દ્વારા આ મંદિરને ષડયંત્ર પૂર્વક તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટી (ઙખખઙ) અને સ્થાનિક હિન્દુ નેતાઓએ દાવો કર્યો છે કે 21 ઓગસ્ટના રોજ ધાર્મિક કટ્ટરપંથીઓના જૂથે મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ મંદિરના શિખરના ધાતુના ભાગો, ઈંટો અને અન્ય કિંમતી સામગ્રી સ્થળ પરથી હટાવી લેવામાં આવી હતી.
અલ્પસંખ્યક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ દ્વારા મદરેસા માટે લીઝ પર આપેલી જમીનનો કરાર રદ થયા છતાં કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો અને આખરે મંદિર જ ધરાશાયી કરી દીધું.

રિલેટેડ ન્યૂઝ