Jai Hind

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દૃુ મંદિરની પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાવિધિ સંપન્ન


આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો ઉમટ્યા

આજે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દૃુ મંદિૃર – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દૃુ મંદિૃર, પેરિસનો બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો હતો. ફ્રાન્સ અને વિશ્ર્વભરના હરિભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકોની વર્ષોની સમર્પિત સેવાથી સાકાર થયેલા આ મંદિૃરનો વૈદિૃક પરંપરા અનુસાર થયેલો પ્રાણપ્રતિષ્ઠા વિધિ ફ્રાન્સમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન છે.
સવારે ૬:૪૫ થી ૯ દૃરમિયાન વૈદિૃક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે મહંત સ્વામી મહારાજે મંદિૃરમાં સનાતન ધર્મના વિવિધ અવતાર સ્વરૂપોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ત્યારબાદૃ પ્રથમ આરતી ઉતારી હતી. વેદૃોક્ત વિધિપૂર્વક – શ્રી અક્ષર- પુરુષોત્તમ મહારાજ (ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદૃ સ્વામી); ભગવાન શ્રી રાધા-કૃષ્ણ; ભગવાન શ્રી સીતા-રામ, શ્રી હનુમાનજી અને લક્ષ્મણજી; ભગવાન શંકર અને પાર્વતીજી, શ્રી ગણેશજી શ્રી કાર્તિકેયજી; સ્વામી શ્રી અયપ્પાજી; ભગવાન શ્રી પદ્માવતી  વેંકટેશ્ર્વરજી – સ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ યાત્રાનું સ્મરણ કરતાં મહંત સ્વામી મહારાજે યોગીજી મહારાજને સંબોધીને લખેલો વ્યક્તિગત પત્ર વાંચ્યો હતો અને પેરિસમાં મંદિૃર નિર્માણ થાય તે માટેના તેમના સંકલ્પને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે પોતાને અને પ્રમુખસ્વામી મહારાજને ગુરુની ઇચ્છા પૂર્ણ કરવાના નિમિત્તરૂપ ગણાવ્યા અને મંદિૃરના નિર્માણમાં યોગદૃાન આપનાર સૌની સેવાને યોગીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી. આ મંદિૃર બુસી-સેંટ-જ્યોર્જેસના સાંસ્કૃતિક પરિશ્યમાં એક નૂતન નજરાણું છે. મૂર્તિપ્રતિષ્ઠા બાદૃ મહંત સ્વામી મહારાજે ફ્રાન્સ અને સમગ્ર વિશ્ર્વની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.