Jai Hind

અમેરિકામાં સરકારી યોજનાઓમાં ગેરરીતિના આરોપી મોસ્ટ વોન્ટેડ મનજીત બેદીની ભારતમાં ધરપકડ કરવામાં આવી

એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે યુએસ સરકારી યોજનાઓમાં ગેરરીતિના આરોપી મોસ્ટ વોન્ટેડ છેતરિંપડી કરનાર મનજીત િંસહ બેદૃીની ભારતમાં ધરપકડ કરવામાં આવી છે. યુએસ તપાસ એજન્સી હવે તેને યુએસ પરત લાવવા માટે કામ કરી રહી છે.
યુએસ સરકારને ૬૦૦,૦૦૦ ડોલરની છેતરિંપડી કરવાના આરોપી મનજીત િંસહ બેદૃીના માથા પર ૧.૫ લાખ યુએસ ડોલરનું ઈનામ હતું.
પટેલે ઠ પર એક પોસ્ટમાં કહૃાું હતું કે,બેદૃીની તાજેતરમાં ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી અને માનવામાં આવે છે કે તે ગયા વર્ષે ત્યાં ભાગી ગયો હતો. એફબીઆઈ તેને યુએસ પરત લાવવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે.
એફબીઆઈના જણાવ્યા મુજબ, મનજીત િંસહ બેદૃી વોિંશગ્ટનના ટાકોમામાં એક નાની કરિયાણાની દૃુકાન ચલાવતો હતો અને ગ્રાહકોના સરકારી લાભ કાર્ડ સ્વાઇપ કરતો હતો અને તેમને સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ ખોરાકને બદૃલે રોકડ આપતો હતો.
પટેલે જણાવ્યું હતું કે, નવી યાદૃી બનાવવામાં આવ્યા પછી પકડાયેલો આ પાંચમો મોસ્ટ વોન્ટેડ છેતરિંપડી કરનાર છે અને વિદૃેશમાં પકડાયેલો બીજો એક ઉચ્ચ-મૂલ્યનો ટાર્ગેટ છે. અત્યાર સુધી પકડાયેલા વ્યક્તિઓ ઇં૨ બિલિયનથી વધુની છેતરિંપડી માટે સામૂહિક રીતે જવાબદૃાર હતા અને ધરપકડ થયા પહેલા લગભગ ૪,૦૦૦ દિૃવસ સુધી ફરાર રહૃાા હતા.
પટેલે જણાવ્યું હતું કે બેદૃી પર વાયર છેતરિંપડી, એનએનએપી લાભ છેતરિંપડી અને અન્ય ગુનાઓનો આરોપ છે.