Jai Hind

મંજૂરી વિના હોર્મુઝમાં જહાજ પ્રવેશશે તે દેશ પર પ્રતિબંધ મુકાશે

હોર્મુઝન્ો લઇન્ો ઇરાનની ચેતવણીથી વિશ્ર્વના દૃેશો િંચતામાં

હોર્મુઝ સ્ટ્રેટ બહાર એક નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાશે:હોર્મુઝમાં અવરજવર માટે જે નકશાઓ પર ઓમાન સાથે સંમતિ બની છે ત્ોના પર હવે હસ્તાક્ષર કરાશે:અમેરિકાન્ો સાથ આપ્યો તો પરિણામો ભોગવવા દૃક્ષિણ કોરિયાન્ો ઇરાનની કડક ચેતવણી

ઈરાન અને અમેરિકા વચ્ચે ફારસની ખાડીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સ્થિતિ વચ્ચે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી દિૃવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ બહાર એક નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવશે. આ નવો વિસ્તાર અમેરિકન નૌસેનાની બ્લોકેડ લાઇનથી શરૂ થઈને ફારસની ખાડીના કેટલાક ભાગો સુધી વિસ્તરેલો હશે. રેઝાઈના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ વિસ્તારમાં પ્રવેશ કરનાર કોઈપણ જહાજને ઈસ્લામિક રિપબ્લિકની પ્રતિબંધિત યાદૃીમાં સામેલ કરી દૃેવામાં આવશે.મોહસિન રેઝાઈએ દૃાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં ‘સંપૂર્ણપણે બંધ છે. તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દૃાવાને ‘મોટુ જૂઠ ગણાવ્યું હતું જેમાં જળમાર્ગ ખુલ્લો હોવાનું કહેવાયું હતું. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી દૃરરોજ માત્ર સાતથી આઠ જહાજો જ પસાર થઈ રહૃાા છે, જેમાંથી પાંચથી છ જહાજો તો ઈરાન માટે જરૂરી સામાન લઈને આવી રહૃાા છે. આ ઉપરાંત, અમેરિકા ક્યારેક ઓમાન પાસેથી પસાર થતા એક રસ્તેથી પાંચ-છ જહાજોને આગળ જવાની પરવાનગી આપે છે, પરંતુ આ જહાજોને પણ અવારનવાર નિશાન બનાવવામાં આવે છે.હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર માટે ઓમાન સાથે જે નકશાઓ પર સંમતિ બની છે, તેના પર આગામી દિૃવસોમાં હસ્તાક્ષર કરવામાં આવશે.
આ પગલાથી ઈરાન અને ઓમાન વચ્ચે જહાજોના માર્ગને લઈને બનેલી વ્યવસ્થાને ટૂંક સમયમાં ઔપચારિક રૂપ મળશે. બીજી તરફ, અમેરિકન ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે દૃાવો કર્યો છે કે ઈરાન પાસે આશરે ૩ કરોડ બેરલ ક્રડ ઓઇલ બચ્યું છે જે ચીને હજુ સુધી ખરીદ્યું નથી અને અમેરિકન નાકેબંધીના કારણે તેહરાન આ ઓઇલની સપ્લાય નહીં કરી શકે.
આ તણાવ વચ્ચે ઈરાનની સંસદૃના સ્પીકર મોહમ્મદૃ-બઘેર ગાલીબાફે અમેરિકાને ચેતવણી આપતા કહૃાું છે કે ‘ખૂબ મોડું થઈ જાય તે પહેલાં અમેરિકા સમજી લે કે ઈરાન સાથેના સંઘર્ષના નિયમો હવે બદૃલાઈ ચૂક્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પશ્ર્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્ર્વના દૃેશોને ચેતવણી આપી છે કે જે દૃેશો ઈરાનને મદૃદૃ કરશે તેમણે ભારે પરિણામો ભોગવવા પડશે. આ વૈશ્ર્વિક દૃબાણ વચ્ચે ઈરાને હવે ખુલ્લેઆમ દૃક્ષિણ કોરિયા(રિપબ્લિક ઑફ કોરિયા)ને ચેતવણી આપી છે કે જો તેણે પર્સિયન ગલ્ફમાં અમેરિકાના સૈન્ય અભિયાનોને સમર્થન આપ્યું તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
ઈરાનના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિગતવાર પોસ્ટ શેર કરીને દૃક્ષિણ કોરિયાને પોતાની સૈન્ય ગતિવિધિઓથી દૃૂર રહેવા સ્પષ્ટ સંકેત આપ્યો છે. પોતાની પોસ્ટમાં ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે: ઈરાન અને કોરિયા ગણરાજ્ય વચ્ચેના સંબંધો ૬૪ વર્ષથી પણ વધુ જૂના છે અને બંને દૃેશો વચ્ચેના સંબંધો હંમેશાં પરસ્પર સન્માનના આધારે વિકસિત થયા છે. ઈરાન, કોરિયા સાથેના પોતાના મૈત્રીપૂર્ણ સંબંધોને ઘણું મહત્ત્વ આપે છે.