૨૬મી ઓગસ્ટના નેપાળ-તિબેત સરહદૃ નજીક બરફ અને પવર્તોની સુનામીથી હિમસ્ખલન થયું હતું
વિનાશક પૂરગ્રસ્ત નેપાળમાં નિરંતર કુદૃરતી આફતોનું સંકટ તોળાઈ રહૃાું છે, જ્યાં પૂર-ભૂકંપની થપાટ વચ્ચે આજે ફરી ભૂકંપથી ધણધણી ઊઠ્યું હતું. પૂરના દૃસ દિૃવસ પછી આજે નેપાળમાં ૩.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. રાહત અને બચાવ કામગીરી વચ્ચે નેપાળમાં મૃતકો અને ગુમ લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં ૧૩,૦૦૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.હજુ પણ ૫,૦૦૦થી વધુ લોકો લાપતા૨૬મી ઓગસ્ટના નેપાળ-તિબેત સરહદૃ નજીક બરફ અને પવર્તોની સુનામીથી હિમસ્ખલન થયું હતું અને એના પછી ભોટેકોશી નદૃીમાં પાણી અને કાટમાળનું પૂર આવ્યું હતું, પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં તબાહી આવી હતી. ઘર, વાહન, રસ્તાઓ, પુલ અને હાઈડો પાવરના પ્લાન્ટ તૂટી ગયા હતા, જેને કારણે અત્યાર સુધીમાં કુલ ૧,૩૪૪ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે ૫,૦૦૦થી વધુ લોકો લાપતા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી છે. સાંજના ૬.૬૯ વાગ્યાના સુમારે નેપાળના ૨૭.૭૪૭ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૮૬.૧૬૩ ડિગ્રી પૂર્વી દૃેશાંતર હતું.
ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ ૨૦ કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું હતું. ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આ અગાઉ ૨૭મી ઓગસ્ટના ૩.૨ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, પરંતુ વધતા ભૂકંપના આંચકાઓને કારણે આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન અને સરોવરો તૂટવાનું જોખમ વધી રહૃાું છે.આ અગાઉ ચીને જણાવ્યું હતું કે નેપાળમાં ચીનના ૩૧ નાગરિકના મોત થયા છે, જ્યારે તિબેટમાં ૫૦૦થી વધુ લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નેપાળમાં મળેલા મૃતદૃેહોમાંથી ૮૫ બાળકો છે, જ્યારે લગભગ ૫૦૦ જેટલા મૃતદૃેહ મળ્યા છે, જેમાં શરીરના અમુક હિસ્સા નથી. અમુક મૃતદૃેહોની સ્થિતિ એટલી ખરાબ છે કે તેની ઓળખ કરવાનું મુશ્કેલ છે.
મૃતકોની ઓળખ કરવાનો સૌથી મોટો પડકાર છે, તેથી ડીએનએના નમૂના લેવાનું શરુ કર્યું છે. ૧,૦૦૦થી વધુ અજ્ઞાત લોકોના મૃતદૃેહોને દૃફનાવવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં તેમની કોઈ ઓળખ થઈ શકે.
આજે નેપાળના ગોરખા જિલ્લામાં આવેલા પૂરને કારણે ચાર મકાન અને એક પુલ તૂટી ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પોલીસના જણાવ્યાનુસાર નામરુંગ ખોલા નદૃીમાં પાણીના પૂર આવ્યા પછી ચુમનુબ્રી નદૃી સ્થિત વિસ્તારમાં પૂર આવ્યું હતું. સ્થાનિક લોકોને પૂર આવ્યાની જાણ થયા પછી લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા, પરંતુ ચાર મકાન પૂરમાં વહી ગયા હતા.