Jai Hind

અમેરિકાના મિયામી એરપોર્ટ પર એમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ાંચના મોત

બોઇંગ ૭૬૭-૩૦૦ કાર્ગો વિમાને લેર્િંન્ડગ દૃરમિયાન નિયંત્રણ ગુમાવ્યું

અમેરિકાના લોરિડા સ્થિત મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અત્યંત દૃર્દૃનાક અકસ્માત સર્જાયો છે. સાન જુઆન (પ્યુઅર્ટો રિકો)થી ઉડાન ભરીને આવેલું એમેઝોનનું બોઇંગ ૭૬૭-૩૦૦ કાર્ગો વિમાન લેર્િંન્ડગ દૃરમિયાન નિયંત્રણ ગુમાવીને રનવેની બહાર નીકળી ગયું હતું અને નજીક સ્થિત રોડ પરના વાહનો સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર બાદૃ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં ૫ લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ દૃુર્ઘટના રવિવારે બપોરે અંદૃાજે ૨ વાગ્યે ઘટી હતી. વિમાન રનવે સીમા ઓળંગીને રોડ પર પાર્ક કરેલા અને પસાર થતાં વાહનો પર ચડી જતાં ૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ૩ ની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માત એટલો ભયાનક હતો કે કેટલાંક લોકો વાહનોના ભંગારમાં જ ફસાયા હતા. આ સિવાય કોકપિટમાં ફસાયેલા પાઇલટ અને કો-પાઇલટને બહાર કાઢવા ભારે જહમત ઉઠાવવી પડી હતી.