Jai Hind

અમેરિકાની પરવા વિના ભારતને ક્રુડ તેલ સપ્લાયમાં ૪૭% રશિયાનો ફાળો

ઈરાન યુદ્ધના કારણે વિશ્ર્વમાં ક્રુડતેલ સપ્લાય અસ્તવ્યસ્ત થઈ છે અને ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ બંધ હોવાથી તથા ગલ્ફના દેશોની ક્રુડતેલ ઉત્પાદન વહન ક્ષમતા ઘટી હોવાથી ભારતે તેની ક્રુડતેલ સપ્લાય માટે કુલ 31 દેશો સાથે કરાર કર્યા છે. પરંતુ રશિયા એ ભારતનું ટોચનું સપ્લાયર બની રહ્યું છે તથા દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર રશિયા પુરુ પાડે છે. એક તરફ અમેરિકા એ યુક્રેન યુદ્ધના કારણે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી સામે ભારત પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી છે પણ ભારતે તેની પરવા કર્યા વગર જ આ સપ્લાય ચેઈન જાળવી રાખી છે. રસપ્રદ બાબત એ છે કે રશિયા પાસેથી ક્રુડતેલ મંગાવ્યા બાદ ભારત તેના રિફાઈન્ડ પ્રોડકટ પેટ્રોલની સૌથી વધુ નિકાસ રશિયાને કરે છે અને યુરોપમાં ડિઝલ સપ્લાય કરવામાં પણ ભારત નંબર-વન બની ગયુ છે. ભારતને રશિયા બાદ ક્રુડતેલ સપ્લાયર્સ વેનેઝુએલા, બ્રાઝીલ, યુએઈ, સાઉદી અરેબીયા એમ ચાર દેશો આવે છે. જયારે અમેરિકા પાસેથી એલએનજીથી ખરીદી સૌથી વધુ કરે છે તેની સામે અમેરિકાની ક્રુડતેલ સપ્લાય ઘટી છે.