બ્રિક્સ સમિટ માટે દિૃલ્હી સજ્જ: ૩૦,૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત
બ્રિક્સ સમીટમાં ભાગ લેવા આવતા રશિયાના રાષ્ટ્રપતિ પુટિનની ખાસ સુરક્ષાના આયોજન સાથે રશિયાના ત્રણ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ વિમાનો નોઇડા એરપોર્ટ ખાત્ો આવી પહોંચ્યા છે.
ગલવાન સંઘર્ષ બાદૃ જિનિંપગની આ પ્રથમ મુલાકાત:૧૨ સપ્ટેમ્બરે મોદૃી સાથે દ્વિપક્ષીય બ્ોઠકની શક્યતા: પુટિન, પ્ોઝેશ્કિયન સહિત બ્રિક્સ રાષ્ટ્રોના ન્ોતાઓની આકાશગંગા ઉતરશે
ગલવાન સંઘર્ષ બાદૃ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વચ્ચે જે તિરાડ પડી હતી તે બાદૃ હવે બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નિમંત્રણ પર ચીનના પ્રમુખ શી જિનિંપગ સાત વર્ષ પછી ભારતની મુલાકાતે આવી રહૃાા છે. ચીનના વિદૃેશ મંત્રાલયે આજે સત્તાવાર જાહેરાત કરી છે કે શી જિનિંપગ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિૃલ્હીમાં યોજાનારી ૧૮મી મ્ઇૈંઝ્રજી સમિટમાં ભાગ લેશે.
આટલું જ નહીં બ્રિક્સ સમિટની સાથે ૧૨ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી તથા ચીનના પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. નોંધનીય છે કે આ અગાઉ કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (ર્જીઝ્રં) સમિટ દૃરમિયાન બંને દૃેશના વડાઓએ મંચ શેર કરીને હાથ મિલાવ્યા હતા, પરંતુ કોઈ સત્તાવાર દ્વિપક્ષીય બેઠક થઈ નહોતી. તે ઉપરાંત ઓક્ટોબર ૨૦૨૪માં રશિયાના કઝાન ખાતે મ્ઇૈંઝ્રજી સમિટ દૃરમિયાન બંને વચ્ચે મુલાકાત થઈ હતી.
શી જિનિંપગનો આ ભારત પ્રવાસ ૨૦૧૯ પછીનો પ્રથમ પ્રવાસ છે. ૨૦૧૯માં તેઓ ચેન્નાઈ નજીક મામલ્લાપુરમ ખાતે વડાપ્રધાન મોદૃી સાથે સમિટ માટે આવ્યા હતા. અગાઉ, તેઓ ૨૦૧૪માં બંને નેતાઓના પ્રથમ કાર્યકાળ દૃરમિયાન ભારત આવ્યા હતા અને ત્યારબાદૃ ૨૦૧૬માં ગોવા ખાતે યોજાયેલી મ્ઇૈંઝ્રજી સમિટમાં ભાગ લીધો હતો.
વર્ષ ૨૦૨૦ ના જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો વીરગતિ પામ્યા હતા, ત્યારથી સરહદૃ પર તણાવપૂર્ણ સ્થિતિ હતી. જોકે, બંને પક્ષોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પરના વિવાદિૃત પોઇન્ટ્સ પરથી સૈનિકોને પાછા ખેંચીને પરિસ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં સમગ્ર સીમા વિવાદૃ હજુ વણઉકેલાયેલો છે.
આ મુલાકાત પહેલાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે ચીનનો પ્રવાસ કર્યો હતો. સરહદૃ સંબંધી બાબતો માટેની ’વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન’ (ઉસ્ઝ્રઝ્ર) અને બંને દૃેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બેઠકોનો દૃોર ચાલ્યો હતો. આ આગામી બેઠકમાં સરહદૃી સમસ્યા, પ્રાદૃેશિક સુરક્ષા, વેપાર અને રોકાણ, લોકો વચ્ચેના આદૃાન-પ્રદૃાન તેમજ ન્છઝ્ર પર તણાવ અટકાવવાની કાયમી વ્યવસ્થાઓ પર ચર્ચા થઈ શકે છે. પશ્ર્ચિમ એશિયામાં અસ્થિરતા, અમેરિકાના ટેરિફ પગલાં અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને ચીનનું સાથે આવવું વૈશ્ર્વિક સ્તરે અત્યંત અગત્યનું છે.
વૈશ્ર્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને રાજધાની દિૃલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને મુખ્ય કાર્યક્રમ સ્થળ ’ભારત મંડપમ’ ખાતે આશરે ૩૦,૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં અડધા દિૃલ્હી પોલીસના અને બાકીના અર્ધલશ્કરી દૃળોના જવાનો છે.
ચીન અને રશિયાની પોતાની એડવાન્સ સુરક્ષા ટીમો અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો સાથે દિૃલ્હી આવી પહોંચી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુટિન સુરક્ષા એજન્સીના ત્રણ વિમાનો આજે નોઇડામાં હિન્ડન બ્ોઝ ખાત્ો લેન્ડ થયા છે.
આ ટીમો નેતાઓ જે હોટલમાં રોકાવાના છે તેના ગ્રાઉન્ડ લોર, રૂફટોપ અને પ્રમુખોના રૂમવાળા માળ પર તહેનાત થઈ ચૂકી છે. દિૃલ્હી પોલીસ દ્વારા હોટલના પ્રત્યેક કર્મચારીનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં દિૃલ્હી તેમજ તેમના મૂળ રાજ્યોમાંથી રેકોર્ડ તપાસવામાં આવ્યા છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગની સુરક્ષા વ્યવસ્થા દિૃલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. જ્યારે રશિયન પ્રમુખ જે હોટલમાં રોકાશે ત્યાં એક એડિશનલ ડીસીપી અને બે એસીપી અલગ-અલગ શિટમાં ખડેપગે રહેશે.
રશિયા અને ચીન બંને દૃેશોના રાષ્ટ્રપતિઓ પોતાના વિશેષ વિમાનો દ્વારા પોતાના સુરક્ષા વાહનો અને કાફલાની લક્ઝરી કાર્સ સાથે લાવશે.