Jai Hind

હવે અમેરિકામાં ‘મફતની રેવડી કલ્ચર

ચૂંટણી જીતીશુ તો એક નાગરિકને ૫૦૦૦ ડોલર આપવાનું ટ્રમ્પનું વચન

ક્રુડત્ોલ ૧૦૫ ડોલરન્ો પાર:ચૂંટણી બાદૃ પ્રતિગ્ોલન ક્રુડ ત્ોલ બ્ો ડોલર સસ્તુ થશે:નવેમ્બરના અંત પ્ાૂર્વે યુધ્ધ પુરુ થઈ જશે:ટ્રમ્પના મોટા દૃાવા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્ત્વપૂર્ણ નિવેદૃનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ક્રડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અન્ો આ બંને નિવેદૃનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જોડાયેલા છે.કોઈ સફળ કંપની પોતાના શેરધારકોને જે રીતે કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી જ રીતે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ પહોંચાડતા ડોનાલ્ડ ટ્રમ્પે દૃરેક પુખ્ત નાગરિકને પાંચ હજાર ડૉલર (આશરે ૪.૨ લાખ) ડિવિડન્ડ રૂપે આપવાની જાહેરાત કરી છે. શરત એ છે કે જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેની ચૂંટણી જીતી જાય તો આ યોજના અમલમાં આવશે. આ પ્રસંગે તેમણે ગત વર્ષે સૈન્ય જવાનોને આપવામાં આવેલા ૧૭૭૫ ડૉલરની પણ યાદૃ અપાવી હતી, જેમાં તેમણે અમેરિકાની આઝાદૃીના વર્ષ સાથે જોડવા માટે પોતાની તરફથી એક ડૉલર ઉમેરીને રકમ ૧૭૭૬ ડૉલર કરી દૃીધી હતી.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર હુમલાઓના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રડ ઓઇલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેને પગલે જુલાઈ પછી પ્રથમવાર િંકમતો ૧૦૫ ડૉલરને વટાવી ગઈ છે. આ સ્થિતિને લઈને ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ યુદ્ધની અસરોને કારણે ક્રડ ઓઇલના ઊંચા ભાવ મિડટર્મ ચૂંટણી અગાઉ નીચે આવે તેવી સંભાવના નહિવત છે. નવેમ્બરના અંત પ્ાૂર્વે યુધ્ધ પુરૂ થઈ જશે. ટ્રમ્પનું આ યુદ્ધ હવે સાતમાં મહિનામાં પહોંચી ગયું છે.
ડલ્લાસ ખાતેના રિપબ્લિકન મિડટર્મ કન્વેન્શનમાં પ્રસ્થાન કરતા પૂર્વે પત્રકારો સમક્ષ તેમણે એવું જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થતા જ ક્રડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ જશે, છતાં આ પ્રક્રિયામાં ચૂંટણીના સમયગાળા કરતાં થોડો વધુ સમય અવશ્ય લાગી શકે છે. આ સાથે તેમણે એવો વિશ્ર્વાસ પણ પ્રગટ કર્યો હતો કે ચૂંટણી પૂરી થતાં જ ઈરાન વધુ સમય સુધી ટકી ન શકવાને કારણે આખરે પીછેહઠ કરવા માટે મજબૂર થઈ જશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો છે કે અમેરિકી ચૂંટણીઓ બાદૃ વૈશ્ર્વિક સ્તરે ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેમણે હતું કે ‘ઈંધણના ભાવ પ્રતિ ગેલન ૨ ડૉલરથી નીચે લાવવાનો પ્રયાસ કરશે.