બ્રિક્સ બિઝન્ોસ ફોરમ: વિશ્ર્વ વ્યાપાર માટે સમુદ્રી સુરક્ષા જરૂરી: વડાપ્રધાન મોદૃી
ભારતનું બ્રિક્સ અધ્યક્ષપદૃ સફળ: બ્રાઝિલના વિદૃેશમંત્રી
નવી દિૃલ્હીમાં યોજાઇ રહેલા બ્રિકસ સમીટની પ્ાૂર્વ સંધ્યાએ ભારત મંડપમ ખાત્ો મળેલા બ્રિકસ બિઝન્ોસ ફોરમ સત્રમાં ભાગ લેવા આવેલા ડાબ્ોથી ઇરાનના રાષ્ટ્રપતિ મશૂદૃ પઝેકિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુટિન, દૃક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સીરીલ રાયફોસ સહિત લીડર્સન્ો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બ્ોઠકના સ્થળે દૃોરી જતા નજરે પડે છે.
બ્રિક્સ દૃેશોન્ો પરસ્પર વ્યાપારમાં પોતાના ચલણનો ઉપયોગ વધારવા ઇરાનના રાષ્ટ્રપતિનો અનુરોધ
નવી દિૃલ્હીમાં આયોજિત ૧૮મા બ્રિકસ શિખર સંમેલન અંતર્ગત ભારત મંડપમ ખાત્ો બ્રિકસ બિઝન્ોસ ફોરમ લીડરન્ો બ્ોઠકમાં ભાગ લેવા આવી પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુટિનન્ો ગળે લગાવીન્ો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ત્ોમનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહૃાા છે.
રાજધાની નવી દિૃલ્હીમાં આયોજિત ૧૮મા બ્રિક્સ શિખર સંમેલન અંતર્ગત ’બ્રિક્સ બિઝનેસ ફોરમ’ના લીડર્સ સેશનમાં વૈશ્ર્વિક આર્થિક શક્તિ અને વિકાસની નવી દિૃશા સ્પષ્ટ થઈ છે. ભારત આજે ગ્લોબલ સોલ્યુશન અને ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભરી રહૃાું છે તેમજ બ્રિક્સ સંગઠન વિશ્ર્વના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે પશ્ર્ચિમી દૃેશોના જૂથ જી૭ને પણ પાછળ છોડી રહૃાું છે તેવો સ્પષ્ટ સંદૃેશ આ મંચ પરથી આપવામાં આવ્યો છે.
આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી એ જણાવ્યું કે, ’બ્રિક્સ બિઝનેસ ફોરમમાં આપ સૌનું સ્વાગત છે. આ વર્ષે આપણે બ્રિક્સના ૨૦ વર્ષની ઉજવણી કરી રહૃાા છીએ. જ્યારે ૨૦૦૬માં આ જૂથ શરૂ થયું ત્યારે તેમાં માત્ર ૪ દૃેશો હતા. આજે બ્રિક્સના સભ્યો અને ભાગીદૃાર દૃેશોને મળીને આપણો પરિવાર ૨૧ દૃેશોનો થઈ ચૂક્યો છે.’
વડાપ્રધાન મોદૃીએ આર્થિક આંકડાઓ રજૂ કરતાં આગળ કહૃાું કે, ’આજે બ્રિક્સ દૃેશો દૃુનિયાની ૫૦ ટકા વસતી, ૪૦ ટકા જીડીપી અને ૨૫ ટકાથી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, આ વર્ષોમાં જ્યાં વૈશ્ર્વિક જીડીપી લગભગ અઢી ગણી થઈ છે, ત્યાં બ્રિક્સ દૃેશોની સંયુક્ત જીડીપી સાડા ચાર ગણી વધી છે. બ્રિક્સ દૃેશો ગ્લોબલ ઇનોવેશન અને સોલ્યુશન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહૃાા છે અને ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીનું સૌથી મોટું બ્રિક્સ બિઝનેસ ફોરમ છે.’ વડાપ્રધાન મોદૃીએ ફોરમના મંચ પરથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અન્ો ઇરાનન્ો સંદૃેશ આપતા જણાવ્યું કે વૈશ્ર્વિક વ્યાપાર માટે સમુદ્રી યાત્રા-પરિવહન સુરક્ષા ખૂબ જ જરૂરી છે.
આ જ મંચ પરથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિૃમીર પુતિને પશ્ર્ચિમી દૃેશોના જૂથ જી૭ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ’બ્રિક્સ જીડીપી મામલે જી૭થી આગળ નીકળી ગયું છે અને અમે દૃુનિયામાં ગ્રોથ એન્જિન બની રહૃાા છીએ. આ સંમેલન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ બ્રિક્સ દૃેશો વચ્ચે મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધો આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. હાલ સમગ્ર વિશ્ર્વ એક ઊંડા, સંરચનાત્મક અને મૂળભૂત આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહૃાું છે.’
જી૭ પર કટાક્ષ કરતાં રશિયન રાષ્ટ્રપ્રમુખએ વધુમાં કહૃાું કે, ’છેલ્લા ૫ વર્ષોમાં વિશ્ર્વના કુલ જીડીપીમાં ૪૦ ટકાથી વધુ ઉત્પાદૃન એકલા બ્રિક્સ દૃેશો દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે તેની સરખામણીએ કહેવાતા જી૭, કે જેને ગ્રેટ-૭ કહેવાય છે (મને ખબર નથી કે તેઓ ખુદૃને એવું કેમ કહે છે) તેનો હિસ્સો માત્ર ૨૯ ટકા રહૃાો છે. છેલ્લા ૫ વર્ષના વૈશ્ર્વિક આર્થિક વિકાસ દૃરમાં અડધાથી વધુ હિસ્સો બ્રિક્સ દૃેશોનો રહૃાો છે, જ્યારે જી૭ દૃેશોનો ફાળો માત્ર ૧૮ ટકા સુધી સીમિત થઈ ગયો છે.
નોંધનીય છે કે પુતિને આટલું કહેતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી અભિવાદૃન કર્યું હતું.
પુતિને વધુમાં કહૃાું કે, ‘બ્રિક્સ દૃેશો પાસે વિશ્ર્વની ૫૦ ટકાથી વધુ વસતી છે. વિશાળ વસતીના કારણે આ દૃેશો પાસે અત્યંત ગતિશીલ, જીવંત અને મજબૂત સ્થાનિક બજારો ઉપલબ્ધ છે, જે આર્થિક સ્થિરતા અને વિકાસને સતત વેગ આપે છે. જે જૂના દૃેશો ૨૦મી સદૃીના બીજા ભાગમાં આર્થિક વિકાસના અગ્રેસર હતા, તેમનું સ્થાન હવે નવા ગ્રોથ એન્જિન્સ લઈ રહૃાા છે. અલબત્ત, જૂના પશ્ર્ચિમી નેતાઓ પાસે હજુ પણ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ લાભ અને વિજ્ઞાન ક્ષેત્રે મોટો પાયો ઉપલબ્ધ છે. પરંતુ પ્રકૃતિ અને અર્થતંત્રનો નિયમ જ પરિવર્તન છે.