બ્રિક્સ દૃેશોનો હેતુ કોઇની વિરુદ્ધમાં જવાનો નથી : મોદી
વડાપ્રધાન મોદૃીએ બ્રિક્સ સમિટમાં જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ સહિત વૈશ્ર્વિક શાસન ઢાંચામાં સુધારા જરૂરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ શનિવારે બ્રિક્સ સમિટમાં કહૃાું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ અને વૈશ્ર્વિક શાસન ઢાંચામાં સુધારો કરવો હવે જરૂરી છે. બ્રિક્સ દૃેશોએ એક થઇને નિર્ણાયક ભૂમિકામાં આવવું જોઇએ તેમ મોદૃીએ કહૃાું હતું.
આ દૃરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ મોદૃીની નજીક બેઠા હતા. મોદૃીએ કહૃાું હતું કે હાલમાં કેટલાક દૃેશોના હાથમાં જ નિર્ણયો વધુ જોવા મળે છે. બીજી બાજુ ચીનના પ્રમુખ શી જિનિંપગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ બેઠક યોજી હતી, જેમાં સરહદૃનો મુદ્દો ઉઠાવાયો હતો. મોદૃીએ કહૃાું હતું કે ભારત અને ચીન વચ્ચે સારા સંબંધો માટે સરહદૃે શાંતિ સ્થાપિત કરવી અત્યંત જરૂરી છે.વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત અને ચીનેએકબીજા સાથેના મતભેદૃોને વિવાદૃનો મુદ્દો ના બનવા દૃેવો જોઇએ. એકબીજાનું સન્માન જાળવવું પણ જરૂરી છે. જો દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા હોય તો સરહદૃે શાંતિ જાળવવી પડશે.
વડાપ્રધાન મોદૃીએ વધુમાં કહૃાું હતું કે બ્રિક્સ સંગઠને પોતાના કાર્યકાળના ૨૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે. હવે આ સંગઠન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે જ્યાં તેની જવાબદૃારી વધી જાય છે. તેથી બહુ જ સમજદૃારીથી આગળ વધવુ પડશે. બ્રિક્સ દૃેશોનો હેતુ કોઇની વિરુદ્ધમાં જવાનો નથી. પરંતુ તમામને સાથે લઇને ચાલવાનો છે. વડાપ્રધાન મોદૃીએ ગ્લોબલ ગવર્નન્સ માટે ૧૦ મુદ્દાનો રોડમેપ પણ જાહેર કર્યો હતો. તમામ બ્રિક્સ દૃેશોના વડાઓની હાજરીમાં મોદૃીએ આ નિવેદૃન આપ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહૃાું હતું કે આજે બ્લોબલ સાઉથ વૈશ્ર્વિક સંકટની સામે પ્રથમ હરોળમાં ઉભું છું પરંતુ નિર્ણયો લેવામાં છેલ્લી હરોળમાં છે. આપણે આ પિરામિડને બદૃલવાની જરૂર છે કે જેમાં આપણે નિર્ણયો લેવામાં અંતિમ હરોળમાં છીએ જ્યારે કેટલાક દૃેશો જ વૈશ્ર્વિક નિર્ણયો લઇ રહૃાા છે જેના પરિણામો આપણે બ્રિક્સ દૃેશોએ ભોગવવા પડે છે. જે રોડ મેપ તૈયાર કરવામાં આવે તેમાં ત્રણ મહત્વના મુદ્દા રિપ્રેઝન્ટેશન, રિસ્પોન્સિવનેસ અને રુલ મેિંકગનો સમાવેશ કરવામાં આવે. આ વખતે બ્રિક્સ સમિટ ઐતિહાસિક છે કેમ કે આપણે બ્રિક્સની ૨૦મી એનિવર્સરીની ઉજવણી કરી રહૃાા છીએ. માનવ જીવનમાં ૨૦ની ઉંમર પરિપક્વતા અને નવી જવાબદૃારી લાવે છે.