બાંગ્લાદૃેશના દૃાવાની પણ પોલ ખોલી
બ્રિક્સ સમિટમાં બાંગ્લાદૃેશના પીએમને આમંત્રણ, ચીન સાથેના સંબંધો અન્ો ઓમાનના દૃરિયાકાંઠે જહાજ પર હુમલા અંગ્ો ભારત્ો પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદૃના મુદ્દે ફરીથી શાબ્દિૃક ટકરાવ જોવા મળ્યો છે. વિદૃેશ મંત્રાલયે જૈશ-એ-મોહમ્મદૃના વડા મસૂદૃ અઝહર પર ઈનામ જાહેર કરવા બદૃલ પાકિસ્તાનને આડે હાથ લીધું છે. ભારતે કહૃાું છે કે પાકિસ્તાન સારી રીતે જાણે છે કે મસૂદૃ અઝહર ક્યાં છે અને માત્ર જાહેરાતો કરવાને બદૃલે તેની સામે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત, બાંગ્લાદૃેશના વડાપ્રધાનને આમંત્રણ, ચીન સાથેના સંબંધો અને ઓમાનના દૃરિયાકાંઠે જહાજ પર હુમલા અંગે પણ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
પાકિસ્તાન સરકારે જૈશ-એ-મોહમ્મદૃના વડા મસૂદૃ અઝહર પર ૭૦ લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પગલાને ભારતના વિદૃેશ મંત્રાલયે દૃુનિયાને ગેરમાર્ગે દૃોરવાનો પ્રયાસ ગણાવ્યો છે. પ્રવક્તા રણધીર જાયસવાલે કહૃાું હોવાનું આપેલી માહિતીમાં જણાવાયું છે કે પાકિસ્તાન આતંકવાદૃી સંગઠનો સામે કાર્યવાહી કરવાના બદૃલે આવા નાટક કરતું રહૃાું છે.
ભારતનું કહેવું છે કે પાકિસ્તાનને મસૂદૃ અઝહર ક્યાં છુપાયેલો છે તેની જાણકારી છે. તેથી ઈનામ જાહેર કરવાથી આતંકવાદૃ સામેની કાર્યવાહી સાબિત થતી નથી. ભારતે પાકિસ્તાનને આતંકવાદૃીઓ સામે નક્કર અને વિશ્ર્વસનીય પગલાં ભરવાની માગ કરી છે.
બાંગ્લાદૃેશના વડાપ્રધાન તારિક રહેમાનને ભારત તરફથી આમંત્રણ ન મળ્યું હોવાના દૃાવાને પણ વિદૃેશ મંત્રાલયે ખોટો ગણાવ્યો છે. પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું છે કે ભારતે તેમને દ્વિપક્ષીય મુલાકાત માટે એક આમંત્રણ મોકલ્યું હતું. આ ઉપરાંત, બ્રિક્સ શિખર સંમેલનમાં અધ્યક્ષ તરીકે ભાગ લેવા માટે પણ અલગ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ રીતે, ભારત તરફથી કુલ બે અલગ-અલગ આમંત્રણ મોકલવામાં આવ્યા હોવાનો દૃાવો કરવામાં આવ્યો છે. આમંત્રણ અંગેના વિવાદૃ વચ્ચે ભારતે બંને દૃેશો વચ્ચેના સંબંધો માટે રાજદ્વારી સંવાદૃના મહત્વ પર ભાર મૂક્યો છે.
૧૮મા બ્રિક્સ સંમેલન દૃરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને દૃેશોના હિતો અને સંબંધો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતે પોતાના મુદ્દાઓ સ્પષ્ટ શબ્દૃોમાં રજૂ કર્યા હોવાનું વિદૃેશ મંત્રાલયે જણાવ્યું છે.
ભારતના જણાવ્યા અનુસાર, બંને દૃેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે પરસ્પર સન્માન, પરસ્પર હિત અને પરસ્પર સંવેદૃનશીલતા જરૂરી છે.