હુથી સંગઠને સાઉદી અરેબીયા પર કરેલા હુમલા અને ખાસ કરીને મકાનને નિશાન બનાવતા હવે ગલ્ફ દેશોમાં તનાવ વધી ગયો છે. અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હાલ ઠંડુ પડયુ છે. પરંતુ હુથી સમુદાયે રેડ-સી પર કબ્જો કર્યા બાદ સાઉદી અરેબીયાને નિશાન બનાવવાનું શરુ કર્યુ છે જેમાં ગઈકાલે અહીના પવિત્ર ગણાતા મકકા પર ડ્રોન હુમલો થયાના અહેવાલ બાદ અમેરિકાએ હવે સાઉદી અરેબીયામાં રહેતા તેમના નાગરિકોને સાવધ રહેવા અને બિનજરૂરી પ્રવાસ નહી કરવા જણાવ્યું છે.
જો કે હુથી સમુદાયે પોતે મકકાને નિશાન બનાવ્યુ હોવાનું નકાર્યુ હતું. પરંતુ સાઉદી અરેબીયા પર
વધુ હુમલા નકારી શકાતા નથી અને તેના કારણે હવે અમેરિકાએ
એક એડવાઈઝરી જાહેર કરીને સાઉદી અરેબીયાનો પ્રવાસ નહી કરવા તેમના નાગરિકોને જણાવ્યું છે.