Jai Hind

સુદૃાનમાં સોનાની ખાણ ધસી પડતા ૬૭ના મોત

અનેક લોકો ગુમની આશંકા

ઉત્તરપૂર્વ આફ્રીકી દૃેશ સૂડાનના વેસ્ટ કોર્ડોફોનમાં એક મોટી દૃુર્ઘટના ઘટી. અલ નુહુદૃ શહેરના ઉત્તરમાં એક વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડી. જેના કારણે ૬૦ લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગુમ થયા હોવાનું કહેવાય છે. સૂડાન આફ્રીકામાં સોનું પેદૃા કરનારા સૌથી મોટા દૃેશોની યાદૃીમાં ટોપ પર છે. અહીં આ અગાઉ પણ અનેક દૃુર્ઘટનાઓ ઘટી ચૂકી છે.
અત્યાર સુધીમાં ૬૦ મૃતદૃેહો મળી આવ્યા છે. સૂડાનમાં મોટાભાગે સોનું ખતરનાક પરંપરાગત ખનન પદ્ધતિથી કાઢવામાં આવે છે અને ત્યારબાદૃ દૃેશમાંથી ગેરકાયદૃેસર રીતે વેચવામાં આવે છે. તેની તસ્કરી પણ થાય છે.
સોનું કાઢવાની પરંપરાગત રીત ખુબ ખતરનાક પણ છે. જેના કારણે દૃુર્ઘટનાની સંભાવના વધુ રહે છે.