વોશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઇં-1ઇ વીઝા પ્રોગ્રામમાં સુધારો કરવા માટે કરવામાં આવી રહેલા વહીવટી પ્રયાસો વિશે વાત કરી છે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પ્રોગ્રામ સ્થાનિક અમેરિકન પ્રોફેશનલ્સની જગ્યા લેવાને બદલે માત્ર અત્યંત પ્રતિભાશાળી લોકોને (ટોપ-ટાયર ટેલેન્ટ) આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરે.
પ્રખ્યાત બિઝનેસ અને ટેકનોલોજી શો ’ઓલ-ઈન પોડકાસ્ટ’માં બોલતા, વેન્સે રાજકીય અવરોધો ના કારણે કાયદાકીય પ્રક્રિયાઓને બાજુ પર રાખીને વહીવટી નિર્ણયો લેવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું, “જુઓ, અમે સિસ્ટમમાં થઈ રહેલા ફ્રોડ (છેતરપિંડી) પર નજર કરી અને વિચાર્યું કે કોંગ્રેસ આને બદલવા માટે કોઈ કાયદો પસાર કરવાની નથી. આવું કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિ જ નથી. તેથી અમે વહીવટી ધોરણે શું કરી શકીએ જેથી એ સુનિશ્ચિત થાય કે જો કોઈ ટેક કંપની ઇં-1ઇ વીઝા મેળવવાનો પ્રયાસ કરે, તો તે વ્યક્તિ
ખરેખર જિનિયસ (અસાધારણ પ્રતિભાશાળી) હોય.”
આ પહેલના મુખ્ય હેતુ વિશે વિગતવાર જણાવતા તેમણે કહ્યું, “આ એવી વ્યક્તિ હોવી જોઈએ જે ટેક ઇકોસિસ્ટમ અથવા અમેરિકન અર્થતંત્રને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે. તમે જાણો છો, તમે વાર્ષિક 60,000 કમાતા એક સ્થાનિક એકાઉન્ટન્ટની જગ્યાએ માત્ર 45,000 કમાતા ઓછા પગારવાળા વિદેશી એકાઉન્ટન્ટને રાખી શકો નહીં. આ પ્રોગ્રામ તે હેતુ માટે બનાવવામાં આવ્યો નથી.”
અમલમાં મુકાઈ રહેલા ખાસ નાણાકીય અને સુરક્ષા પગલાં પર ભાર મૂકતા તેમણે કહ્યું, “તેથી અમે 100,000 (એક લાખ ડોલર) નો દંડ લાદવાનો વિચાર કર્યો છે. અમે એવા ઉપાયો પર પણ વિચાર કરી રહ્યા છીએ જેથી ઇં-1ઇ વીઝાનો ઉપયોગ કરતી કંપનીઓને મોટા પાયે અમેરિકન કર્મચારીઓની છટણી કરતી રોકી શકાય.