અમેરિકી સંસદૃમાં કાયદૃો પાસ:ટ્રમ્પને મળ્યુ મોટુ શસ્ત્ર
દ્વિપક્ષીય સંબંધો પર તેની અસર પડવાની શક્યતા:ભારતે અમેરિકાને આપી દૃીધી ચેતવણી
અમેરિકામાં રશિયા વિરુદ્ધ વધુ કડક આર્થિક પગલાં ભરવાનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શિંનગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ને ૨૬૨-૧૫૯ મતથી મંજૂરી આપી છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે જશે. કાયદૃો બન્યા બાદૃ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસ ખરીદૃતા કેટલાક દૃેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાદૃવાની સત્તા મળી શકે છે. ભારત અને ચીન રશિયન ઊર્જાના મોટા ખરીદૃદૃારો હોવાથી આ જોગવાઈ બંને દૃેશો માટે મહત્વપૂર્ણ બની શકે છે.આ બિલનો મુખ્ય હેતુ રશિયાની ઊર્જા અને અન્ય આર્થિક આવક પર દૃબાણ વધારવાનો છે. કાયદૃો બન્યા બાદૃ અમેરિકી રાષ્ટ્રપતિને રશિયન ક્રડ ઓઈલ અથવા કુદૃરતી ગેસની ખરીદૃી કરતા દૃેશો સામે વધારાના ટેરિફ લાદૃવાની સત્તા મળશે. અહેવાલો અનુસાર આ ટેરિફ ૧૦૦ ટકા સુધી હોઈ શકે છે. જોકે, અહીં એક મહત્વની વાત એ છે કે બિલ પસાર થવાથી ભારત અથવા ચીન પર તરત જ ૧૦૦ ટકા ટેરિફ લાગુ થતો નથી. કાયદૃો રાષ્ટ્રપતિને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; તેનો ઉપયોગ કરવો કે નહીં તે નિર્ણય બાદૃમાં લેવામાં આવશે.ભારત માટે કેમ મહત્વનું છે?ભારત રશિયન ક્રડ ઓઈલના મોટા ખરીદૃદૃારોમાં સામેલ છે. તેથી જો અમેરિકી રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કરે તો અમેરિકામાં નિકાસ કરતા ભારતીય ઉત્પાદૃનો પર વધારાના ટેરિફની અસર થઈ શકે છે. અમેરિકાના આ પગલાનો હેતુ રશિયા પાસેથી ઊર્જા ખરીદૃતા દૃેશોને પોતાની આયાત નીતિ અંગે વિચારવા માટે આર્થિક દૃબાણ આપવાનો છે. ભારત માટે મુદ્દો ખાસ મહત્વનો છે સરકારે હવે આ બિલ પર જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દૃીધુ છે કે પોતાની વસ્તીની સુરક્ષાને સૌથી ઉપર રાખવામાં આવશે. આ સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે તેની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડી શકે છે. વિદૃેશ મંત્રાલયે િંલડસે ઓ ગ્રાહમ સેંક્શિંનગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ અંગે કહૃાું કે તેના સંબંધિત ઘટનાક્રમો પર નજર રાખવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે અમેરિકા પહેલા પણ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે.