૧૦૦૦થી વધુ ડ્રોન હુમલાથી મોસ્કો હચમચ્યુ:૨ના મોત

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

રશિયામાં સંસદૃીય ચૂંટણીના અંતિમ દિૃવસ્ો આકાશમાંથી વરસી તબાહી:બાળકો સહિત ૨૦ ઘાયલ: નિશાન બન્ોલી એક ઓઇલ રિફાઇનરીમાં આગ અન્ો મકાન ક્ષતિગ્રસ્ત:નુકસાનનુ આકલન શરૂ

રશિયામાં ચાલી રહેલી સંસદૃીય ચૂંટણીના આખરી અને ત્રીજા દિૃવસે મોસ્કો સ્થિત એક મોટી ઓઇલ રિફાઇનરી પર શક્તિશાળી ડ્રોન હુમલો થયો છે. આ હુમલાને કારણે રિફાઇનરી પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દૃૂર સુધી ધુમાડાના ગોટેગોટા તેમજ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાની પુષ્ટિ કરી છે, જોકે આ ઘટનામાં જાનહાનિને લઈને અલગ-અલગ દૃાવાઓ સામે આવ્યા છે. રશિયન અધિકારીઓ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવી રહૃાા છે.
સ્થાનિક ગવર્નર આન્દ્રે વોરોબ્યોવના જણાવ્યા અનુસાર, આ હુમલા મોસ્કો ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા. બે લોકો માર્યા ગયા છે અને ૨૦ ઘાયલ થયા છે. બે મૃતકોમાં ૭૪ વર્ષીય પુરુષ અને ૪૪ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિૃમીર જેલેન્સ્કીએ આડકતરી રીતે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મોસ્કો ક્ષેત્રમાં યુક્રેનની લાંબા અંતરની સૈન્ય કાર્યવાહીનું રશિયા પર ઊંડું પરિણામ આવ્યું છે. તેમણે દૃાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં રશિયાના એક મહત્વપૂર્ણ તેલ ઉદ્યોગ અને લૉજિસ્ટિક્સ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે, જે રશિયન સૈન્ય મશીનને આર્થિક રીતે મદૃદૃ કરે છે. આ અભિયાનમાં અદ્યતન ડ્રોન સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદૃ રશિયામાં આ પ્રથમ સંસદૃીય ચૂંટણી યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિને આ ચૂંટણીને યુદ્ધ માટે જનતાના સમર્થનની કસોટી તરીકે રજૂ કરી છે. સત્તાધારી ’યુનાઇટેડ રશિયા’ પક્ષનું વર્ચસ્વ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે, પરંતુ આર્થિક દૃબાણ અને યુદ્ધના થાકને કારણે વિરોધી પક્ષોને પણ કેટલાક મત મળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદૃાન દૃરમિયાન ઓનલાઇન સિસ્ટમ પર સાયબર હુમલાના પ્રયાસો પણ થયા હતા.
ચૂંટણીના માહોલ વચ્ચે થયેલા આ ડ્રોન હુમલાએ વૈશ્ર્વિક સ્તરે તણાવ વધુ તીવ્ર બનાવ્યો છે. રશિયા દ્વારા પશ્ર્ચિમી દૃેશો સાથેના સંઘર્ષના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યુક્રેને આ ચૂંટણીને ગણાવીને ફગાવી દૃીધી છે. હાલમાં સુરક્ષાદૃળો દ્વારા નુકસાનનું આકલન કરવામાં આવી રહૃાું છે અને આ હુમલાથી રશિયાની રાજનીતિ પર શું અસર પડશે તે આગામી સમય જ જણાવશે.
મોસ્કોના મેયર સર્ગ્ોઇ સોબ્યાનીન્ો જણાવ્યું હતું કે એર ડિફેન્સ્ો ૧૬૦૦થી વધુ ડ્રોન ઇન્ટરસ્ોપ્ટેડ કર્યા હતા. ત્ોમાંથી ૪૫૦થી વધુ ડ્રોન સીધા રાજધાની મોસ્કોમાં ત્રાટક્યા હતા. ત્ોમાંથી કેટલાક ડ્રોનન્ો મોસ્કો ઓઇલ રિફાઇનરી પરિસરમાં પડ્યા હતા. જ્યારે એક ડ્રોન રહેણાંકના બ્લોક પર ત્રાટક્યુ હતું. રશિયન રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયા પ્રમાણે સતત બ્ો કલાક સુધી મોસ્કોન્ો નિશાન બનાવતા ડ્રોન હુમલામાં ૨૪૯ ડ્રોન હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ