મિડલ ઇસ્ટમાં યુધ્ધનો અંત આવવાના એંધાણ
જોકે ઇરાને કોઈ પણ અમેરિકી હુમલા સામે વળતા આકરા પ્રહાર કરવાની ચેતવણી આપી છે
અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટે ઈરાને ફરી એકવાર વાતચીત તરફ પગલું ભર્યું છે. ઈરાને મધ્યસ્થી દૃેશો સમક્ષ કેટલીક ચોક્કસ શરતો મૂકી છે, જેના આધારે તે અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે. જોકે, આ શાંતિ પહેલ વચ્ચે ઈરાને અમેરિકા તરફથી થઈ રહેલી સંભવિત સૈન્ય કાર્યવાહી સામે આકરી જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસીન રેઝાઈએ એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકા સાથે ફરી વાતચીત માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ઈરાનની શરતોમાં તમામ મોરચે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો, વિદૃેશોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાંને મુક્ત કરવા અને નૌકાદૃળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સમાવેશ થાય છે. હાલમાં કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે અને હવે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવની રાહ જોઈ રહૃાું છે.
ઈરાનના સૈન્ય કમાન્ડને બાતમી મળી છે કે, અમેરિકા કેટલાક સ્થાનિક દૃેશોના સમર્થનથી ઈરાન વિરુદ્ધ ફરી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઈરાની સેનાએ સખત ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો આ વિસ્તારમાં રહેલા અમેરિકી સૈન્ય થાણાઓ અને તેના હિતો પર સતત વળતા પ્રહારો કરવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકાને સાથ આપનારા દૃેશોને પણ આ સંઘર્ષમાં સીધા સામેલ ગણીને નિશાન બનાવવામાં આવશે.
ઈરાને માત્ર અમેરિકા સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોહસીન રેઝાઈએ ઉમેર્યું હતું કે, ઈરાન સાઉદૃી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધનો અંત લાવવામાં મદૃદૃરૂપ બનવા તૈયાર છે.
આ સિવાય તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે.
