ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, મેક્સિકો, ચિલી, ઓસ્ટ્રેલિયા દૃક્ષિણ આફ્રિકામાં પણ ઘટાડો
વૈશ્ર્વિક ભૂગર્ભ જળ સંકટ સતત ગંભીર બની રહૃાું છે. વર્ષ ૨૦૨૪માં વિશ્ર્વભરના ૩૪ ટકા ભૂગર્ભ જળ નિરીક્ષણ મથકો પર પાણીનું સ્તર સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જેની સરખામણીએ ૨૦૨૪માં આ આંકડો ૨૫ ટકા હતો. આમ, માત્ર એક વર્ષમાં જ આ સંકટની તીવ્રતામાં ૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉત્તર-પશ્ર્ચિમી વિસ્તારમાં પણ સ્થિતિ િંચતાજનક છે, જ્યાં ભૂગર્ભ જળનું સ્તર સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે ગયું છે.
વૈશ્ર્વિક સ્તરે, છેલ્લા ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળની સ્થિતિ ઝડપથી બગડી છે. હાલમાં, વિશ્ર્વના ૬૫ ટકા ભૂગર્ભ જળ નિરીક્ષણ મથકો પર પાણીનું સ્તર સામાન્ય મર્યાદૃાની બહાર (નીચે) જતું રહૃાું છે. વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૫ની વચ્ચે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, મેક્સિકો, ચિલી, દૃક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભૂગર્ભ જળના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
