Jai Hind

ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર ૨૦મી ઓક્ટોબરથી અમલી થશે

દૃેશના ખેડૂતો અને વેપારીઓને દશેરાએ મળશે મોટી ભેટ

ભારતથી ન્યુઝીલેન્ડમાં થતી ૧૦૦ ટકા નિકાસ ડ્યુટી ફ્રી થશે

દૃેશભરના ખેડૂતો અને વેપારીઓને આ દૃશેરાએ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એટલે કે દૃશેરાના દિૃવસે અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે આ જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ કરાર હેઠળ, ભારતથી ન્યુઝીલેન્ડમાં થતી ૧૦૦% નિકાસ પર કોઈ જકાત (ડ્યુટી) લાગશે નહીં. આનો અર્થ એ છે કે ભારતીય માલ પર ત્યાં આયાત જકાત લાગુ થશે નહીં, જેનાથી તે િંકમતની દ્રષ્ટિએ વધુ સ્પર્ધાત્મક બનશે.
આ કરાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો, કારીગરો અને નિકાસકારો માટે નવા બજારોના દ્વાર ખોલી શકે છે. ન્યુઝીલેન્ડમાં ભારતીય ઉત્પાદૃનો જેમ કે ઓટો ઘટકો, વાહનો અને એરોસ્પેસ ટેક્નોલોજી માટેની તકો વધવાની અપેક્ષા છે. આ કરારનો ઉદ્દેશ્ય આગામી ૧૫ વર્ષોમાં ન્યુઝીલેન્ડ તરફથી ભારતમાં ૨૦ અબજ ડોલર (આશરે રૂા.૨૦ લાખ કરોડ)નું રોકાણ સુલભ બનાવવાનો પણ છે.
આયાત સ્પર્ધા સામે સ્થાનિક ખેડૂતો અને ઉદ્યોગોનું રક્ષણ કરવા માટે, ભારતે સંવેદૃનશીલ ઉત્પાદૃનો જેવા કે કે ડેરી ઉત્પાદૃનો, ડુંગળી, ચણા, વટાણા, મકાઈ, બદૃામ, કૃત્રિમ મધ અને ખાંડને ટેરિફ (જકાત)માં મળતી રાહતોમાંથી બાકાત રાખ્યા છે. આ મુક્ત વેપાર કરાર પર ૨૭એપ્રિલ, ૨૦૨૬ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ન્યુઝીલેન્ડની સંસદૃે તેના અમલીકરણ માટે ૧૬ સપ્ટેમ્બરના રોજ કાયદૃો પસાર કર્યો હતો.બંને દૃેશોએ મુક્ત વેપાર કરાર હેઠળ વેપાર વધારવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને ન્યુઝીલેન્ડ વર્ષ ૨૦૩૦ સુધીમાં વસ્તુઓ અને સેવાઓના વેપારને બમણો કરીને રૂા૩૫,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.