સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રન્ો સંબોધતા અમેરિકી પ્રમુખ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપી રહૃાા છે, જ્યાં તેઓ ૮૧મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરી રહૃાા છે. આ પહેલા તેમણે રશિયન પ્રમુખને યુદ્ધ સમાપ્ત કરવાનો સંદૃેશ આપ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રમાં પોતાના ભાષણની શરૂઆત પ્રતિનિધિઓનું સ્વાગત કરીને કરી છે. સાથે જ અમેરિકાની મજબૂતીના વખાણ કર્યા છે. તેમણે કહૃાું કે અમેરિકાનું પુનરાગમન થઈ ચૂક્યું છે. અમારો દૃેશ આજે પહેલા કરતાં વધુ મજબૂત છે.
ટ્રમ્પે કહૃાું, ’અમેરિકાએ પોતાની સેના પર છેલ્લા ૧૨ મહિનામાં પહેલા કરતાં વધુ નાણાં ખર્ચ્યા છે. આ વખતે આ ખર્ચ ૧.૫ ટ્રિલિયન ડોલર થશે. એક નવી ઉર્જા અને ખૂબ જ શક્તિશાળી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સંપત્તિ, શક્તિ, જુસ્સા અને ઝડપથી સમગ્ર વિશ્ર્વ આગળ વધી રહૃાું છે.’ ટ્રમ્પે કહૃાું કે ઈરાન સાથે ડીલ કરીશું પરંતું અમેરિકા ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દૃે.ટ્રમ્પે પોતાના સંબોધન દૃરમિયાન એકવાર ફરી ઈરાન પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે કહૃાું કે, અરબ ક્ષેત્રમાં અશાંતિ માટે ઈરાન જવાબદૃાર છે. અમે પહેલા ઈરાન સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દૃઈશું નહીં. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૦ હજાર વિરોધ પ્રદૃર્શનકારીઓની હત્યા કરવામાં આવી ચૂકી છે. અમે ઈરાનના ૧૫૯ વિમાનોને નષ્ટ કરી દૃીધા છે. ઈરાન નરકમાં જશે અથવા તો ડીલ કરશે. હવે ઈરાને પોતે જ મોટો નિર્ણય લેવાનો છે.
આ દૃરમિયાન ટ્રમ્પે મિડ ટર્મ ચૂંટણી અંગે વાત કરતા કહૃાું કે ઈરાન મુદ્દાની આના પર કોઈ અસર નહીં પડે, હા એ ચોક્કસ છે કે, ત્યારબાદૃ તેમની સાથે ડીલ થઈ શકે છે. આ સાથે ગાઝા કહૃાું કે ગાઝા પીસ બોર્ડમાં ૩૦ થી વધુ દૃેશો સામેલ છે. ગાઝાના પુન:નિર્માણમાં અરબ દૃેશો પણ જોડાયેલા છે.
ભાષણમાં ઈરાનનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહૃાું, ’જો જરૂર પડશે તો અમેરિકા પોતાના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતોના (નેશનલ ઈન્ટરેસ્ટ) રક્ષણ માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરશે. બીજા લોકોએ માત્ર વાતો કરી છે, મેં કામ કરીને બતાવ્યું છે.’ આ સિવાય ટ્રમ્પે ઉમેર્યું, ’બીજા લોકોએ શાંતિની વાતો કરી, મેં તેને વાસ્તવિકતા બનાવી છે.’
ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકી અર્થતંત્રને જોઈને દૃુનિયાને ઈર્ષ્યા થાય છે. તેમનું કહેવું છે કે અમેરિકી સેના વિશ્ર્વમાં સૌથી વધુ શક્તિશાળી છે. ટ્રમ્પે કહૃાું, ’આપણી ટેકનોલોજીનો કોઈ મુકાબલો નથી અને આપણે લગભગ દૃરેક ક્ષેત્રમાં સૌથી આગળ છીએ. આપણી ઉર્જાથી આખી દૃુનિયા ચાલી રહી છે.’
અમેરિકી અર્થતંત્ર જોઈન્ો દૃુનિયાન્ો ઇર્ષા થાય છે પ્રમુખનો હુંકાર:ટ્રમ્પના ભાષણ દૃરમિયાન ઇરાની પ્રતિનિધિ મંડળનો વોકઆઉટ
મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ઇરાન શરતો સાથે હોર્મુઝ ૭ દિૃવસમાં ખોલવા સંમત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને વિશ્ર્વને મોટી રાહત આપી છે. ઈરાન સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને ૭ દિૃવસમાં ખોલવા માટે તૈયાર છે, પરંતુ તેણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પર્સિયન ગલ્ફમાંથી સ્ૌન્ય દૃબાણ ઘટાડવાની એક કડક શરત મૂકી છે. ઈરાન સંબંધિત આ સમાચાર જાપાનની ’ક્યોડો ન્યૂઝ’ એ પ્રકાશિત કર્યા છે, ત્યારબાદૃ હવે વિશ્ર્વની નજર ડોનાલ્ડ ટ્રમ્પ તરફ મંડરાયેલી છે. પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલના આસમાને પહોંચતા ભાવ વચ્ચે ઈરાને એક એવો દૃાવ રમી દૃીધો છે, જેનાથી સમગ્ર વિશ્ર્વ માટે આગામી ૭ દિૃવસમાં મોટા સમચાર આવી શકે છે. વિશ્ર્વની સૌથી સંવેદૃનશીલ દૃરિયાઈ પટ્ટી ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન આગામી સાત દિૃવસમાં ફરીથી ખોલવા માટે રાજી થઈ ગયું છે. તેહરાને તેના બદૃલામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક એવી કડક શરત મૂકી છે, જેનાથી વોિંશગ્ટનમાં હોબાળો મચી ગયો છે. હવે ટ્રમ્પ પાસે એક જ રસ્તો બચ્યો છે.
ઇરાનની તમામ એરલાઇન્સ પર અમેરિકા પ્રતિબંધ મુકશે
ઇરાનની આસપાસ આર્થિક ભરડો વધુ મજબૂત બનાવતા હવે અમેરિકાએ ઇરાનની એરલાઇન્સને પણ પ્રતિબંધિત કરવાની તૈયારી કરી છે અને જાહેર કર્યું છે કે જો કોઇ દેશ કે તેની કંપની ઇરાન એરલાઇન્સની સાથે કનેક્શન કરશે તો તેની સામે પણ પગલા લેવાશે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટએ ચેતવણી આપી છે કે આગામી સપ્તાહથી ઇરાનની એરલાઇન્સ માટે વિદેશમાં કામકાજ કરવું મુશ્કેલ બન્યું છે. અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધને સાત મહિના થયા છે અને પ્રથમ વખત અમેરિકા હવે ઇરાનની તમામ એરલાઇન્સને ટાર્ગેટ બનાવવા જઇ રહી છે અને એ પણ જાહેર કર્યું છે કે ઇરાની એરલાયન્સને પોતાના વિમાની મથકે લેન્ડીંગ અને ઉડ્ડયનની મંજુરી આપનાર, તેની ટીકીટ વેચનાર તથા તેનું ઇંધણ પુરુ પાડનાર તમામ સામે પગલા લેવાશે અને તે અમેરીકાના પ્રતિબંધમાં આવી જશે. ઇરાનની એરલાયન્સને વિદેશી ઉડ્ડનમાં બાકાત કરવા અમેરિકાએ તૈયારી કરી છે અને અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે ઇરાનને આર્થિક રીતે ગુંગળાવી દેવાશે.