કર્ણાટકના યુવકની UAEમાં ઘાતકી હત્યા, ૯ ટુકડામા મળ્યો મૃતદૃેહ

પત્ની અને પુત્રનો કોઈ અતોપત્તો નથી

ભારતના કર્ણાટકમા ઉડુપીના એલ્વિશ પ્રકાશ કુંદૃરનો મૃતદૃેહ ૨ મહિના બાદૃ એક કારમાંથી ૯ ટુકડામા મળી આવ્યો છે

સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ)ના શાહજાહમાં કર્ણાટકના ઉડુપીના એક વ્યક્તિની અત્યંત ખૌફનાક રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે. એલ્વિન પ્રકાશનની લાશ ૯ ટુકડામાં મળી આવતા હડકંપ મચ્યો છે. જુલાઈ મહિનામાં આ ઘટના ઘટી જેનો ખુલાસો લગભગ બે મહિના બાદૃ થવા પામ્યો છે.
ભારતમાં રહેતા એલ્વિનના પરિવારે જ્યારે તેમના ગૂમ થવાની ફરિયાદૃ દૃાખલ કરી તો તપાસમાં જાણવા મળ્યું કે જુલાઈ મહિનામાં જ એલ્વિનની હત્યા થઈ ગઈ હતી અને તેનો મૃતદૃેહ ૯ ટુકડામાં મળી આવ્યો હતો. બોડીના ટુકડા ૨ બેગમાં ભરેલા હતા અને એક કારમાં બંધ હતા. નવાઈની વાત એ છે કે એલ્વિનનો પુત્ર અને પત્ની હજુ પણ ગાયબ છે.
એક રિપોર્ટ મુજબ એલ્વિન પ્રકાશ કુંદૃર છેલ્લા ૧૪ વર્ષથી શારજાહ એરપોર્ટ પર નોકરી કરતા હતા. તે પત્ની ટીના કુંદૃર અને પુત્ર સાથે યુએઈમાં રહેતા હતા. પત્ની અહીં એક શાળામાં શિક્ષિકા હતી અને પુત્ર દૃસમા ધોરણમાં ભણતો હતો. એલ્વિનના ભાઈ અનિલ પ્રશાંત કુંદૃરને કઈક અજુગતું થયું હોવાનો અહેસાસ સૌથી પહેલા થયો હતો. તેમણે સમગ્ર મામલાને વિસ્તારથી જણાવ્યો. તેમણે કહૃાું કે, ૨૦ જુલાઈની આસપાસ એલ્વિનને ફોન કર્યો હતો. જવાબમાં તેણે ફોન ન ઉઠાવ્યો પરંતુ તે નંબરથી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો કે તે ઠીક છે. જો કે પરિવારને આ મેસેજ ઉપર પણ શક ગયો કારણ કે એલ્વિન હંમેશા વોઈસ મેસેજ દ્વારા વાત કરતો હતો. એક અઠવાડિયા સુધી જવાબ ન મળતા આખરે અનિલે શારજાહમાં રહેતા એલ્વિનના મિત્ર મનોહરને ભાળ મેળવવા જણાવ્યું. આ દૃરમિયાન એલ્વિનના લેટના વોચમેન અને કંપનીના એચઆરએ શરૂઆતમાં એવું કહૃાું કે પ્રકાશ ભારત ગયા છે. જો કે જ્યારે અનિલે કંપનીને જણાવ્યું કે તે ભારત પહોંચ્યા નથી તો પાસપોર્ટ રેકોર્ડ ચકાસવામાં આવ્યા. તેનાથી એ નક્કી થઈ ગયું કે શારજાહથી બહાર ગયા જ નહતા.

રિલેટેડ ન્યૂઝ