લંડન-દિલ્હી ફલાઈટમાં 24 હજાર ફુટની ઉંચાઈએ ટેકનીકલ ક્ષતિ: ઈમરજન્સી લેન્ડીંગ

ભારતની એરલાઈન્સને ટેકનીકલ ક્ષતિને કારણે રોજ એક કે બે ઉડાનોમાં ઈમરજન્સી સર્જાઈ છે તે વચ્ચે લંડનથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફલાઈટમાં 25 હજાર ફુટની ઉંચાઈએ ટેકનીકલ ક્ષતિ સર્જાતા આ ફલાઈટ લંડન પરત ફરી હતી અને ઈમરજન્સી લેન્ડીંગ કર્યુ હતું. બોઈંગ 787-9 ડ્રીમ લાઈનર લંડન સમય અનુસાર રાત્રે 8.05 કલાકે દિલ્હી પહોંચવા રવાના થયુ હતું. વિમાન ઈંગ્લીશ ચેનલ પર 24 હજાર ફુટની ઉંચાઈએ હતું ત્યાં અચાનક જ વિમાનમાં ટેકનીકલ ક્ષતિ હોવાનું પાઈલોટને જાણ થઈ હતી અને તુર્તજ લંડન એરપોર્ટનો સંપર્ક કરીને વિમાન પરત લાવવા મંજુરી માંગી હતી અને હિથ્રો એરપોર્ટ પર આ ફલાઈટને પ્રાયોરિટી લેન્ડીંગ આપવામાં આવ્યું હતું અને પાઈલોટે સલામત રીતે વિમાન લેન્ડ કરાવ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ