વિશ્ર્વમાં સૌ પ્રથમ વાર એઆઇ એજન્ટે સરકારી પોર્ટલ હેક કરીન્ો આરોગ્યનો ડેટા ચોરી લીધો

વિશ્ર્વમાં પહેલીવાર, કોઈ એઆઇ એજન્ટે સરકારી પોર્ટલ (વેબસાઇટ) હેક કરીને ડેટા ચોરી લીધો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની હતી, જ્યાં ઓપન એઆઇના એક એઆઇ એજન્ટે આરોગ્ય સેવા પોર્ટલને હેક કરીને ફાઇલોને ઍક્સેસ કરી અને આરોગ્ય ખર્ચ અને દૃવા સબસિડી સંબંધિત મહત્વપૂર્ણ ડેટા મેળવ્યો.
સૌથી આશ્ર્ચર્યજનક વાત એ છે કે,ઓપનએઆઇ એ ૫૪ દિૃવસ પછી ઓસ્ટ્રેલિયન સરકારને આ સાયબર ઘુસણખોરીની જાણ કરી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ઓપનએઆઇના વડા સેમ ઓલ્ટમેન સાથે ફોન કૉલમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી.
સંશોધન અને મેડિકલ ખર્ચના આંકડા એકત્રિત કરવાના સામાન્ય કામ દૃરમિયાન, ઓપનએઆઇ ના એક એઆઇ એજન્ટે ઓસ્ટ્રેલિયાના સાર્વજનિક આરોગ્ય સંસ્થા મેડિકેરના આંકડાકીય રિપોર્ટિંગ પોર્ટલમાં અનધિકૃત પ્રવેશ કર્યો હતો.
જ્યારે આ પોર્ટલે ડેટા એક્સેસ કરવા પર રોક લગાવી , ત્યારે એઆઇ એજન્ટે અટકવાને બદૃલે સુરક્ષા કવચને બાયપાસ કરવાનો રસ્તો શોધી કાઢ્યો અને બિન-જાહેર ફાઈલો સુધી પહોંચી ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ