ઇરાનમાં બહુ જલ્દૃી આશ્ર્ચર્યજનક થશે: નેતાન્યાહુએ કરેલો દૃાવો

ન્યુયોર્કના મેયર મમદાનીને આડે હાથે લીધા: તમારૂ શહેર યહુદીઓ માટે સલામત નથી

સંયુક્ત રાષ્ટ્રસંઘની ચાલી રહેલી સામાન્ય સભામાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મહાન મિત્ર ગણાવ્યા હતા. તેની સાથોસાથ કહ્યું કે ટ્રમ્પ અને ઈઝરાયેલ જેવા કોઈ મોટા સાથીદાર નથી. બર્બર તાકાતો સામે લડવામાં ટ્રમ્પનું સાહસિક નેતૃત્વ બદલ હું તેમનો આભાર માનુ છું તો બીજી તરફ ઈરાન પર હુમલાનો બચાવ કરતા કહ્યું કે સભ્યતાને બચાવવા માટે આ જરૂરી હતુ. નેતાન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં જેવુ તેમનુ ભાષણ શરુ કર્યુ તો અનેક દેશના પ્રતિનિધિમંડળે બહિષ્કાર કર્યો હતો. તેમણે ન્યુયોર્કમાં જ અમેરિકાના શહેરના મેયર જોહરાન મમદાની પર આક્ષેપ કરતા કહ્યું કે ન્યુયોર્કમાં યહુદીઓ સલામત નથી. તેમણે પોતાના ભાષણમાં મી.મમદાની તેવુ સંબોધન કરતા કહ્યું કે મને અહી આવતા રોકવાની તમે કોશીશ કરી હતી, મને ચૂપ કરવાની પણ કોશીશ કરી હતી પણ તમે મને કદી ચુપ કરી શકશો નહી. તમે સત્યનો અવાજ દબાવી શકશો નહી. તેઓએ કહ્યું કે તમે મેયર બનતા જ અહી યહુદીઓ સુરક્ષિત નથી. તમે ઈઝરાયેલ પર વારંવાર નરસંહારકના આરોપ મુકો છો પરંતુ અમે નરસંહાર કર્યો નથી પણ રોકયો છે. નેતાન્યાહુએ પોતાના સંબોધનમાં યહુદીને સંદેશ મોકલતા કહ્યું કે આપણે ડરવાની જરૂર નથી પણ સાથે ઉભા રહીને ઉભા રહેવાની જરૂર છે.
તેમના ભાષણ દરમ્યાન વારંવાર અનેક પ્રતિનિધિમંડળો વોકઆઉટ કરતા હતા. તેમના પર પ્રહાર કરતા કહ્યું કે જો નૈતિક કાયર છે તે ચાલ્યા જાય, તેમણે હિબ્રુ ભાષામાં ઈઝરાયેલના લોકો ઝીંદા છે ના નારા લગાવ્યા.

એટલું જ નહી નેતાન્યાહુએ તેમના ભાષણમાં કહ્યું કે બહુ જલ્દી ઈઝરાયેલમાં કંઈક આશ્ર્ચર્યજનક બનવાનું અને વર્તમાન સરકારનું પતન થશે. એક દિવસ ઈરાનના લોકો જ આ શાસન સામે પ્રશ્ર્ન ઉઠાવશે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ ત્રણ વર્ષથી સાત મોરચા પર લડી રહ્યું છે. તેમણે ઈરાનના અણુ કાર્યક્રમને તોડી પાડવા માટેના નિર્ણયને પણ યોગ્ય ગણાવ્યો હતો. તેઓએ મમદાની ઉપરાંત તુર્કી અને કતાર પર પણ સાબ્દીક હુમલા કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ