હોર્મુઝ બંધ, સાઉદૃી પુરવઠો ઠપ, વૈશ્ર્વિક એનર્જી સપ્લાય ખોરવાયો

ટ્રમ્પ્ો પ્રસ્તાવ ફગાવતા ઇરાનનો એન્ટિ શિપ મિસાઇલ હુમલો: અમેરિકી જહાજો ભયભીત

બ્રેન્ટ ક્રુડ પ્રતિ બ્ોરલ વધીન્ો ૧૦૯.૪ ડોલર: એશિયાથી લઇ યુરોપ સુધી ભારે ઉર્જા સંકટ ઘેરાવાની દૃહેશત

મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક અને ભયાનક વળાંક લઈ ચૂકી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલતા ગતિરોધને ઉકેલવા અમેરિકા સમક્ષ શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો,
પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સખત શબ્દૃોમાં ફગાવી દૃેતાં ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને શક્તિપ્રદૃર્શન કરતાં અમેરિકન સૈન્ય સુરક્ષા હેઠળ જઈ રહેલા ઓઈલ ટેક્ધર્સ અને જહાજો પર એન્ટી-શિપ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે શ્રેણીબદ્ધ ભયાનક હુમલા કર્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોને કારણે વૈશ્ર્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગયો છે અને એશિયાથી લઈને યુરોપ સુધી ભારે ઉર્જા સંકટ ઘેરાવાની દૃહેશત ઊભી થઈ છે.
મળતી માહિતી મુજબ, દૃક્ષિણ ઈરાનના સિરિક અને કેશ્મ ટાપુના દૃરિયાઈ વિસ્તારમાંથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા અમેરિકન નૌકાદૃળની નાકાબંધી વચ્ચેથી પસાર થતાં કોમર્શિયલ જહાજો તરફ મિસાઈલો છોડવામાં આવી હતી:
ટેક્ધર ક્ષતિગ્રસ્ત: પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો અનુસાર, ઈરાનની ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાની લપેટમાં આવતા ઓછામાં ઓછું એક તેલ ટેક્ધર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થયું છે.
શ્રેણીબદ્ધ ધડાકા: સિરિક કિનારા અને ફારસની ખાડીમાંથી પસાર થતાં જહાજો પરથી ૧૦થી પણ વધુ મોટા ધડાકાઓ સંભળાયા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.
આઇઆરજીસી સ્પીડ બોટ્સ સક્રિય: લારક ટાપુ આસપાસ ઈરાન સૈન્યની અતિ-ઝડપી હુમલો કરતી સ્પીડ બોટ્સ આક્રમક રીતે પેટ્રોિંલગ કરી રહી છે.
પશ્ર્ચિમ એશિયામાં સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધે હવે વિશ્ર્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદૃી અરેબિયાને ઘેરી લીધું છે, જેના કારણે વૈશ્ર્વિક તેલ પુરવઠા પર દૃબાણ વધી રહૃાું છે. હોર્મુઝની સામુદ્રધુની ૨૮ ફેબ્રુઆરીથી બંધ છે, જ્યારે ૧૦ સપ્ટેમ્બરના રોજ પૂર્વ-પશ્ર્ચિમ પાઇપલાઇન પર ડ્રોન હુમલા બાદૃ સાઉદૃી અરેબિયાના કાચા તેલની નિકાસ માટેનો પશ્ર્ચિમી માર્ગ પણ બંધ થઈ ગયો છે. આ વિક્ષેપોને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ઇં૧૦૯.૪ સુધી વધી ગયા, જે હાલમાં ઇં૧૦૪.૨ પર છે.
પૂર્વ-પશ્ર્ચિમ પાઇપલાઇન બંધ થવાથી દૃરરોજ ઓછામાં ઓછા ૧૩-૧૪ મિલિયન બેરલ ક્રૂડ તેલ પુરવઠામાં વિક્ષેપ પડી શકે છે. રશિયા હાલમાં દૃરરોજ આશરે ૩.૫ મિલિયન બેરલ નિકાસ કરે છે.
જો ગ્રેહામ એક્ટ લાગુ કરવામાં આવે અને લક્ષિત દૃેશો તેનું પાલન કરે, તો વૈશ્ર્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ વધીને ૧૬-૧૭ મિલિયન બેરલ પ્રતિ દિૃવસ થઈ શકે છે. આ અછતને પહોંચી વળવાનો બીજો કોઈ રસ્તો નથી.
આ અવરોધની અસર ફક્ત કાચા તેલ સુધી મર્યાદિૃત રહેશે નહીં. તે પેટ્રોલિયમ ઉત્પાદૃનો અને દ્ગદ્ગય્ ને પણ અસર કરશે. ન્દ્ગય્ આશરે -૧૬૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહિત થાય છે અને તેને સમુદ્રની મધ્યમાં બીજા જહાજમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાતું નથી.

રિલેટેડ ન્યૂઝ