પ્ાૂર્વીય કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી
અમેરિકાના પૂર્વ કિનારા (ઇસ્ટ કોસ્ટ) પર ત્રાટકેલા શક્તિશાળી ’નોરઇસ્ટર’ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ ભયાનક વાવાઝોડાને કારણે વોિંશગ્ટન, ડી.સી.થી લઈને ઉત્તરપૂર્વીય રાજ્ય મૈને સુધીના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવન, અનરાધાર વરસાદૃ અને પૂરના જોખમને કારણે અનેક જગ્યાએ કટોકટી જાહેર કરવી પડી છે.
વાવાઝોડાની સૌથી મોટી અસર હવાઈ સેવાઓ પર પડી છે. શનિવારે યુએસમાં અંદૃાજે ૪૨૫ લાઇટ્સ રદૃ કરવામાં આવી હતી, જ્યારે ૧,૩૩૮ જેટલી લાઇટ્સ મોડી પડી હતી. વીકએન્ડમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને એરપોર્ટ પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમની લાઇટ્સ કાં તો રદૃ થઈ ગઈ હતી અથવા લાંબો સમય વિલંબિત રહી હતી.હવામાનની આ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે લાખો નાગરિકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે. ન્યૂ જર્સી, કનેક્ટિકટ, ન્યૂ યોર્ક અને પેન્સિલવેનિયા જેવા રાજ્યોમાં વૃક્ષો ધરાશાયી થવા અને વીજ લાઈનો તૂટી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. એક સમય તો એવો આવ્યો હતો કે ચારેય રાજ્યોમાં ૮૮,૦૦૦ થી વધુ ઘરો, દૃુકાનો અને ઓફિસો અંધારામાં ડૂબી ગયા હતા.
