હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન:૧૦ પર્વતારોહક ગુમ

નેપાળમાં ભારે વરસાદ વચ્ચે

નેપાળમાં રવિવારે સવારે બનેલી આ ઘટનામાં પર્વતારોહક અને સહાયક કર્મચારીઓનો સમાવેશ થાય છે

નેપાળના મનાંગ જિલ્લામાં તિબેટ સરહ પાસે સ્થિત હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર રવિવારે સવારે હિમસ્ખલન થયું હતું. જેમાં ૭૧૨૬ મીટર ઊંચા પર્વત પર ૧૦ લોકો લાપતા થઈ ગયા છે. જેમાં પર્વતારોહક સહિત સહાયક કર્મચારીઓ સામેલ છે. મિશન આયોજકોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
એક્સ્પેડિશન ઓપરેટર્સ એસોસિએશન નેપાળના મહાસચિવ ઋષિ ભંડારીએ કહૃાું છે કે, આ ઘટના સત્ય છે. તેમના જણાવ્યા પ્રમાણે, બે લોકો ઇમેજિન નેપાળ પ્રાઇવેટ લિમિટેડ અને ૮ લોકો હિમાલયન હોલિડેઝ નેપાળ સાથે જોડાયેલા છે. મિશન આયોજક િંમગમા ગ્યાલ્ઝે શેરપાએ પુષ્ટિ કરી છે કે, એવલાન્ચ રવિવારે સવારે થયો હતો. જેમાં તેમના બે રસોઈયા પણ લાપતા છે.
ગત સપ્તાહે હવામાનની ચેતવણી પછી મોટાભાગની ટીમ પહાડી વિસ્તારોના ઢોળાવથી ઉતરીને સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. પરંતુ કેટલાક લોકો અકારણ પાછળ રહી ગયા હતા અને ત્યારબાદૃ થયેલી ભારે હિમવર્ષાને કારણે પર્વતારોહણ અટકી ગયું હતું. લાપતા લોકો અલગ અલગ મિશન કંપનીઓ સાથે જોડાયેલા છે.નેપાળના પ્રવાસન વિભાગના મહાનિદૃેશક રામ કૃષ્ણ લામિછાનેએ આ મામલે જણાવ્યું હતું કે, વિભાગ નજીકથી સમગ્ર ઘટના પર નજર રાખી રહૃાું છે. અધિકારી વધુ માહિતી મેળવી રહૃાા છે અને લાપતા લોકોની શોધખોળ તેમજ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હિમલુંગ હિમાલ પર હેલિકોપ્ટર લઈ જવા વધારાની પરમિટની જરૂર પડી શકે છે, તેથી પહોંચવામાં મુશ્કેલી વધી શકે છે. આ શિખર પર્વતારોહકોમાં ખાસ્સું લોકપ્રિય છે.
નેપાળમાં ભારે વરસાદૃ ચાલી રહૃાો છે, તે દૃરમિયાન એવલાન્ચની આ ઘટના બની છે. બંગાળની ખાડી પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા અને પહાડી વિસ્તારો તથા મેદૃાનોમાં સતત વરસાદૃ ચાલી રહૃાો છે. શુક્રવારે ખરાબ વાતાવરણ છે. તેને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને કેટલાક વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
પર્યટન અધિકારીઓ ટ્રેકર્સ અને પર્વતારોહકોને હાલ આગળ ન વધવાની અપીલ કરી છે. પ્રવાસન વિભાગે ચેતવણી જાહેર કરીને પ્રવાસ રોકવા માટે સલાહ આપી છે. ગત મહિને રસુવામાં આવેલા વિનાશકારી પૂરમાં ૧૪૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને ૫૦૦૦થી વધુ લાપતા થઈ ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ