Jai Hind

યુધ્ધ બહુ જલ્દૃી ખતમ થશે:ટ્રમ્પનો ફરી દૃાવો

મધ્યસ્થી મારફત વાટાઘાટો ચાલુ છે: અમેરિકી અધિકારીઓનો સંકેત

ઇરાન સાથે યુદ્ધનો અંત આવતા જ હોર્મુઝ ખુલશે: પ્ોટ્રોલ-ડિઝલ સસ્તા થશે: ટ્રમ્પ્ો જૂના વચન દૃોહરાવ્યા:જોકે વાટાઘાટો-શરતો અંગ્ો કોઈ સ્પષ્ટતા નથી

ગત ફેબ્રુઆરી માસમાં ઈરાન સામે યુદ્ધ છેડીને દુનિયાભરને ટેરિફ બાદ ક્રુડતેલ તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ‘બાન’માં લેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ બહું જલ્દી ખત્મ થશે તથા હોર્મુઝ વિવાદનો પણ અંત આવી જશે તથા અમેરિકા સહિત દુનિયાભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઘટી જશે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથે મધ્યસ્થીઓ મારફત વાતચીત ચાલુ જ છે. ખાસ કરીને ઈરાને જે સાત મુદાની સુધારેલી દરખાસ્ત આપી છે તેને કેન્દ્રમાં લઈને કોઈ સમાધાનની શકયતા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનની આ દરખાસ્ત નકારી હતી. બાદમાં ઈરાને તેમાં થોડા ફેરફાર સાથે તે ફરી સુપ્રત કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં હાજરી આપવા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી હાલ ન્યુયોર્કમાં જ છે અને તેઓએ ક્હ્યું કે જો અમેરિકા શાંતિ ઈચ્છતુ હોય તો અમો એ જે દરખાસ્ત સોંપી છે તેના પર વિચારણા થવી જોઈએ. અમેરિકી ડિપ્લોમેટ પણ આ અંગે મધ્યસ્થી સાથે વાતચીત કરીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે.
જો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ મધ્યસ્થીની વાતચીત અંગે કોઈ વધુ માહિતી આપી ન હતી પણ ઈરાને હોર્મુઝ પર તેનો અંકુશ, અમેરિકી નૌકાદળ ને હટાવી લેવા તથા યુદ્ધના કારણે થયેલા જંગી નુકશાનીનું વળતર સહિતના મુદા પર જોર આપ્યુ છે.
જો કે અમેરિકાએ અગાઉ પણ ઈરાનની આ શરતો ફગાવી હતી અને બન્ને દેશો વચ્ચે હાલની વાટાઘાટોમાં મધ્યસ્થી કોણ છે અને તે કેટલા સક્ષમ છે તેના પર પણ કોઈ નિશ્ર્ચિત સંકેત નથી. અગાઉ કતરત એ મધ્યસ્થી કરી હતી. વાસ્તવમાં ઈરાનના પ્રસ્તાવો કે અમેરિકાના પ્રતિભાવ બન્નેમાં કોઈ નિશ્ર્ચિત સ્થિતિ નથી.