Jai Hind

વિદેશ મંત્રાલય દ્વારા રશિયા જનારા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારે રશિયા જતા પ્રવાસીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. વિદૃેશ મંત્રાલયે ગુરુવારે ઠ-ર્ઁજીંઙ્ઘ ને મોકલેલા ઇમેઇલમાં જણાવ્યું હતું કે તેમને રશિયન સૈન્યમાં ભારતીય નાગરિકોની ભરતી થઈ રહી હોવાના અહેવાલો વધી રહૃાા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “સરકારે છેલ્લા બે વર્ષમાં આ કાર્ય સાથે સંકળાયેલા જોખમોને વારંવાર પ્રકાશિત કર્યા છે અને ભારતીય નાગરિકોને વિદૃેશમાં નોકરીની તકો ધ્યાનમાં લેતી વખતે સાવચેતી રાખવા અને અજાણ્યા વ્યક્તિઓ તરફથી ઓફરોનો શિકાર ન બનવાની સલાહ આપી છે.”
વિદૃેશ મંત્રાલયે એવા લોકો સામે પણ ચેતવણી આપી છે જેઓ પૈસાની આશામાં રશિયન સૈન્યમાં જોડાવાની તકો શોધે છે. કેટલાક કિસ્સાઓમાં, લોકોએ આશા રાખી છે કે સૈન્યમાં જોડાયા પછી, તેઓ તેમની મુક્તિ સુરક્ષિત કરવા માટે ભારત સરકારનો સંપર્ક કરશે. સ્ઈછ એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ એક ખૂબ જ ખતરનાક માર્ગ છે અને સરકાર તેને સખત રીતે િંનદૃા કરે છે.