ન્ોતન્યાહુ આકરા પાણીએ અન્ો ટ્રમ્પની ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો લાયદૃુબઈની ઇઝરાયલ જતી લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર કોપાયલટ સાથે ઇરાનનો કોઈ સંબંધ હશે, તો ઇસ્લામિક રિપબ્લિકને ખૂબ જ સખત હુમલાની તૈયારી રાખવી પડશે. લાઇટમાં રહેલા ૧૮૨ થી વધુ લોકોના જીવન સામે જોખમ ઊભું કરવાના આ પ્રયાસ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે જણાવ્યું કે વર્તમાન માહિતીના આધારે તેઓ આ મામલે તપાસ કરી રહૃાા છે અને જો ઇરાન દૃોષિત સાબિત થશે તો તેને છોડવામાં નહી આવે. યુએઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી બોઇંગ ૭૩૭ સ્છઠ ૮ લાઇટમાં ઉડાન ભર્યાના અંદૃાજે ૨.૫ કલાક બાદૃ આ ગંભીર ઘટના બની હતી. કોપાયલટે (ઓમાની નાગરિક) અચાનક ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. જેના કારણે વિમાન ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઈથી માત્ર ૧ મિનિટમાં ૧૭,૦૦૦ ફૂટ પર આવી ગયું હતું. કોકપિટમાંથી કટોકટીના સંકેત માટે ૭૭૦૦ અને હાઇજેિંકગ માટે ૭૫૦૦ જેવા કોડ મોકલવામાં આવ્યા હતા. લોહીથી લથબથ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે દૃરવાજો ખોલતા મુસાફરો અને ટ્રેઇની ક્રૂ સભ્યોએ હસ્તક્ષેપ કરીને કોપાયલટને કાબૂમાં લીધો હતો અને વિમાનનું સાઉદૃી અરેબિયાના તબુકમાં સુરક્ષિત પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.