પુતિને કર્યા PM મોદીના વખાણ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિને ગુરુવારે (સ્થાનિક સમય અનુસાર) યુક્રેન સાથેનો સંઘર્ષ સમાપ્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહૃાું કે PMમોદૃી પાસે શાંતિપૂર્ણ ઉકેલ માટે ‘સારા વિચારો છે. લોકોને સંબોધિત કરતાં પુતિને કહૃાું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી એવા વૈશ્ર્વિક નેતાઓમાંના એક છે, જેઓ અમારી વચ્ચેના ખૂબ સારા અને મૈત્રીપૂર્ણ સંબંધો તેમજ અંગત રીતે સારા સંબંધો હોવા છતાં સતત યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો મુદ્દો ઉઠાવે છે અને આ અંગે સવાલો પૂછે છે.”
પુતિને વધુમાં કહૃાું કે, વડાપ્રધાન મોદૃી પરસ્પર સહમતીથી ઉકેલ શોધવા માટે સક્રિય પ્રયાસો કરી રહૃાા છે. પુતિને કહૃાું કે, “તેમને આ મામલે ઊંડો રસ છે અને પરસ્પર સહમતીથી ઉકેલ શોધવા માટે તેમની પાસે ઘણા સારા વિચારો છે. આ ષ્ટિએ વડાપ્રધાન સ્વાભાવિક રીતે નિષ્પક્ષ વલણ અપનાવે છે, પરંતુ તેઓ સંઘર્ષનો અંત લાવવામાં રસ ધરાવે છે. મને લાગે છે કે આ વાત સીધી રીતે કહેવી મારી ફરજ છે. વડાપ્રધાનના વિચારો માટે અમે તેમના આભારી છીએ.”
તમને જણાવી દૃઈએ કે વડાપ્રધાન મોદૃીએ વારંવાર શાંતિની અપીલ કરી છે.