યુક્રેનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની કુસુમ ગ્રુપના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ પર રશિયન ડ્રોન હુમલો થયો. એક વ્યક્તિનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ થયા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, યુક્રેનના સુમીમાં પ્લાન્ટ પર હુમલો થયો, જેમાં ઇમારતનું મુખ્ય માળખું લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું. જાનહાનિ અને ઇજાગ્રસ્તોની સંખ્યા બદૃલાઈ શકે છે.
હુમલા પછી તરત જ બહાર પાડવામાં આવેલા વીડિયો અને ફોટામાં ડ્રોન ટકરાયાના સ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા.
આ પ્લાન્ટ સમગ્ર રશિયા-યુક્રેન યુદ્ધ દૃરમિયાન કાર્યરત હતો, પરંતુ આ હુમલાથી નોંધપાત્ર નુકસાન થયું છે. પ્રારંભિક અંદૃાજ મુજબ, કંપનીને ઓછામાં ઓછારૂા.૪૦૦ કરોડ નું મોટું નાણાકીય નુકસાન થયું છે.
કુસુમ ગ્રુપની સ્થાપના ૧૯૯૪ માં ભારતમાંથી યુક્રેનમાં ફાર્માસ્યુટિકલ્સ નિકાસ કરતી વિતરક કંપની તરીકે કરવામાં આવી હતી. હાલમાં તે ભારતીય નાગરિક રાજીવ ગુપ્તા દ્વારા ચલાવવામાં આવે છે. ૨૦૦૨ માં, કંપનીએ અન્ય કંપનીઓના ઉત્પાદૃનોનું વેચાણ બંધ કરી દૃીધું અને પોતાની બ્રાન્ડનું માર્કેિંટગ શરૂ કર્યું.
ત્યારબાદૃ કંપનીએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદૃન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ૨૦૦૭ માં ભારતમાં અને ૨૦૦૯ માં યુક્રેનના સુમીમાં ઉત્પાદૃન પ્લાન્ટ સ્થાપ્યા. કંપનીએ પાછળથી ભારતમાં બે વધુ પ્લાન્ટ ખોલ્યા.
કુસુમ ગ્રુપ મુખ્યત્વે ૫૦ થી વધુ જેનેરિક દૃવાઓનું ઉત્પાદૃન કરે છે અને તેમને નવ થી વધુ દૃેશોમાં વેચે છે, મુખ્યત્વે યુક્રેન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં.
ભારતીય મૂળ ધરાવતી યુક્રેનિયન કંપની હોવાનો દૃાવો કરતી આ ગ્રુપના સુમી પ્લાન્ટ પરના હુમલાની સ્થાનિક ફાર્માસ્યુટિકલ સપ્લાય પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે.