ભારતીય ક્રુ વાળા ટેન્કર પર ૪૮ કલાકમાં ત્રીજો હુમલો
જહાજમાં ભીષણ આગ:૨૩ ભારતીયોનું રેસક્યુ:અન્ોક ‘બીચ પણ બંધ કરાયા
રશિયાના બ્લેક સી (કાળા સમુદ્ર) કિનારે એક અજાણ્યા અનમેન્ડ વેસલ (ડ્રોન) વડે કરાયેલા ભયાનક હુમલા બાદ લાઈબેરિયાના ધ્વજ હેઠળ જઈ રહેલા ઓઇલ ટેંકર ‘એફ્રામેક્સ રિયો’માં આગનો મોટો ભડકો થયો હતો. બનાવને પગલે રશિયન કોસ્ટગાર્ડ અને ઈમરજન્સી ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવેલા મોટો રેસ્ક્યૂ ઓપરેશનમાં ટેંકર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટેલિગ્રામ પર આપેલા સત્તાવાર નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ટેંકરના તમામ 23 સભ્યો ભારતીય નાગરિકો હતા અને સદનસીબે આ ભયાનક આગમાં કોઈ પણ ભારતીયને ઈજા પહોંચી નથી.મંગળવારે બ્લેક સીમાં બનેલી આ ઘટનાના સોશિયલ મીડિયા પર સામે આવેલા ભયાનક વીડિયોમાં દરિયામાં સળગી રહેલા જહાજમાંથી આકાશ તરફ ધુમાડાના ઘાટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા. રશિયાના દક્ષિણી ક્રાસ્નોદાર ક્ષેત્રમાં સ્થિત સિરિયસના સ્થાનિક તંત્રે દરિયામાં ઈમરજન્સી ઓપરેશન્સ ચાલુ હોવાના કારણે આજુબાજુના દરિયા કિનારા (બીચ) સામાન્ય લોકો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. ફાયરફાઈટર્સની ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ લાઈબેરિયન ટેંકરમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બ્લેક સી ક્ષેત્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ડ્રોન હુમલા વચ્ચે આંતરરાષ્ટ્રીય જહાજો પરના જોખમમાં મોટો વધારો થયો છે. આ ઘટના પહેલાં પણ બ્લેક સીમાં એક રશિયન ડ્રોન દ્વારા ‘એમવી રોયાદ મમાદોવ’ નામક કાર્ગો શિપને નિશાન બનાવાયું હતું, જેમાં ભારતીય નાગરિકો સવાર હતા.