રશિયા અને યુક્રેન વચ્ચે આજે રવિવારે એનર્જી સીઝફાયર થઈ ગયું છે. એટલે કે બંને દૃેશો હવે એકબીજાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ હુમલો નહીં કરે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના ’ટ્રૂથ સોશિયલ’ નેટવર્ક પર વધુ માહિતી આપતા લખ્યું ’”’તાત્કાલિક અસરથી લાગુ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એનર્જી સીઝફાયર છે. બંને પક્ષો સહમત થઈ ગયા છે. આને તોડતા નહીં.’ મહત્વનું છે કે બંને દૃેશો જો ટ્રમ્પે કરેલા દૃાવા પર સહમત થશે તો આવનારા સમયમાં ઈંધણની િંકમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી શકે છે.
અમેરિકન મીડિયા રિપોર્ટ છર્ટૈજ અનુસાર, યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીએ કહૃાું છે કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એનર્જી સીઝફાયરની જાહેરાતની માહિતી તેમના માટે પણ નવી હતી. જો રશિયા એનર્જી સીઝફાયર માટે સહમત થાય છે, તો યુક્રેન પણ આના માટે સહમત થશે.
આ પહેલાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે યુક્રેનને હવે એક નવા રાષ્ટ્ર પ્રમુખની જરૂર છે. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કી પર રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે પૂરતા પ્રયાસો ન કરવાનો આરોપ લગાવ્યો અને અમેરિકામાં ડીઝલની વધતી િંકમતો માટે પણ તેમને જ જવાબદૃાર ઠેરવ્યા.