Jai Hind

૫૦૦ આતંકીઓ ભારતમાં ઘુસવા ત્ૌયાર

ગુપ્તચર ઇનપુટમાં ખુલાસો:પીઓકેમાં ડ્રોન-મેપ લઇન્ો છુપાયેલા

સુરક્ષા દૃળો એલર્ટ:બાંગ્લાદૃેશમાં ભારતીય સરહદૃે પાક આતંકી જુથોના તાલિમ શિબીરો

પાકિસ્તાનમાં પોતાના ઘરમાં આગ લાગી છે પરંતુ તે ભારતમાં આતંકીઓ ઘુસાડવાની તૈયારીમાં લાગ્યુ છે. તેણે 500 જેટલા આતંકી ટ્રેઈન્ડ કરીને પીઓકે લોન્ચપેડ પર તૈનાત કરી દીધા છે. તેમને ડ્રોન, નકશા અને સિયાચીનવાળા ગીયરથી મદદ મળી રહી છે. આ આતંકી કોઈપણ સમયે ભારતની સીમામાં ઘુસણખોરી કરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે ગુપ્તચર ઈનપુટ બાદ ભારતીય સેના પુરી રીતે એલર્ટ મોડમાં છે.લોન્ચ પેડની આસપાસ ઘણી ગતિવિધી જોવા મળી રહી છે. એટલે સેનાએ ઘુસણખોરી રોકવા માટે સખ્ત પગલા ઉઠાવ્યા છે.
ભારતીય સુરક્ષા દળોને મળેલી ગુપ્તચર જાણકારી મુજબ પાકિસ્તાનનો નાપાક પ્લાન આ આતંકીઓને શિયાળો શરૂ થાય તે પહેલા ભારતમાં ઘુસાડવાનો છે.જેથી આતંકીઓને બરફવર્ષા દરમ્યાન વધુ મુશ્કેલી ન પડે અને તે સરળતાથી પોતાના મનસુબાને અંજામ આપી શકે જોકે હાલમાં આતંકવાદી સમુહોને ઘુસણખોરી કરવી મુશ્કેલ થઈ રહી છે. કારણ કે ભારતીય સુરક્ષા દળ સીમા પર કડક વોચ રાખી રહી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓનાં અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં લગભગ 500 આતંકવાદીઓ લોન્ચ પેડસ પર ઘુસવાની રાહ જોઈ રહ્યા છે. ગુપ્તચર ઈનપુટ મુજબ આ આતંકવાદીઓને 3-4 નાના નાના સમુહમાં વહેંચી દેવામાં આવ્યા છે.જેથી ભારતીય સુરક્ષા દળોને તેમનો પતો લગાવવાનો ખતરો ઓછો રહે ભારતીય સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છે કે પાકિસ્તાની સેના આ આતંકવાદીઓને ઉંચાઈવાળા વિસ્તાર માટે ખાસ ગીયર આપ્યા છે. જેથી તેઓ બરફમાં પણ ઘુસણખોરી કરી શકે બીજી બાજુ કોઈપણ આતંકી ગતિવિધી રોકવા ભારતીય સેના પુરેપુરી એલર્ટ છે.

દૃરમિયાન પાકિસ્તાન સમર્થિત આતંકવાદૃી જૂથો બાંગ્લાદૃેશમાં પોતાની હાજરી મજબૂત કરી રહૃાા હોવાના અહેવાલ છે. તેઓ ખાસ કરીને ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ, ચિત્તાગોંગ અને કોક્સ બજારની આસપાસના વિસ્તારોને નિશાન બનાવી રહૃાા છે. એક અહેવાલમાં દૃાવો કરવામાં આવ્યો છે કે મોહમ્મદૃ યુનુસની વચગાળાની સરકાર દૃરમિયાન આ જૂથોએ પગપેસારો કર્યો હતો અને તે સતત મજબૂત થઈ રહૃાા છે. સુરક્ષા દ્રષ્ટિકોણથી આ ભારત માટે િંચતાનું કારણ છે. નિષ્ણાતો માને છે કે આ આતંકવાદૃી નેટવર્ક દ્વારા, પાકિસ્તાન બાંગ્લાદૃેશની સરહદૃે આવેલા ભારતીય વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહૃાું છે.
કેટલાક અહેવાલો દૃાવો કરે છે કે લશ્કર-એ-તૈયબા અને તેના સહયોગી નેટવર્ક્સે ખાસ કરીને ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાં કેમ્પ સ્થાપ્યા છે. સૂત્રો દૃાવો કરે છે કે અલીકદૃમમાં ઓછામાં ઓછા બે સક્રિય કેમ્પ કાર્યરત છે. આ કેમ્પ જમાત-ઉદૃ-દૃાવા સાથે જોડાયેલા ભૂતપૂર્વ પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે , જે તેની શાખા, ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનના આડમાં કાર્યરત છે.