Jai Hind

ટેસ્લાએ રજૂ કરી હવામાં ઊડતી કાર; 0.59 સેક્ધડમાં પકડે છે રોકેટ જેવી સ્પીડ

ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ પોતાની લોકપ્રિય કાર ’રોડસ્ટર’નું નવું અને સંપૂર્ણપણે નવો અવતાર ધરાવતું મોડેલ રજૂ કર્યું છે. વર્ષ 2017માં દર્શાવવામાં આવેલાં ક્ધસેપ્ટ બાદ લાંબા સમયની આતુરતાનો અંત લાવતાં કંપનીએ પરફોર્મન્સ, થ્રસ્ટ અને રોકેટ એમ ત્રણ અલગ-અલગ વિકલ્પો (કન્ફિગરેશન) જાહેર કર્યા છે. આ મોડેલ પોતાની અદભુત તકનીક અને ક્ષમતાઓને કારણે ઓટોમોબાઈલ જગતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વૈશ્વિક ઓટો માર્કેટમાં આ વાહનને લઈને ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ત્રણેય કન્ફિગરેશનમાં સૌથી વધુ ચર્ચા સિંગલ-સીટર ’રોકેટ’ વેરિઅન્ટની થઈ રહી છે, જેમાં ખાસ પ્રકારનાં કોલ્ડ-ગેસ થ્રસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આ વિશેષ થ્રસ્ટર્સ કારને હવામાં ઊંચે ઉછળવા, પલટી મારવા અને રોલ જેવા સાહસિક એરોબેટિક કરતબો કરવા માટે સક્ષમ બનાવે છે. કંપનીનો દાવો છે કે આ રોકેટ વેરિઅન્ટ માત્ર 0.59 સેક્ધડથી પણ ઓછા સમયમાં 0 થી 96.6 કિલોમીટર પ્રતિ કલાક (60 માઈલ પ્રતિ કલાક) ની ઝડપ પકડી લે છે. ભવિષ્યની ટેક્નોલોજીના આ પ્રયોગે વિજ્ઞાન કથા ફિલ્મોની યાદ તાજી કરી દીધી છે. ટેસ્લાએ આ કારમાં સામાન્ય ટાયરો સિવાય પણ વધારાની પકડ અને ઝડપ મેળવવા માટે અદભુત પ્રણાલી વિકસાવી છે. કારમાં આપેલી સક્શન સિસ્ટમ તેને રોડ તરફ મજબૂતાઈથી જકડી રાખે છે, જ્યારે કોલ્ડ-ગેસ થ્રસ્ટર્સ દબાણયુક્ત વાયુ છોડીને જબરદસ્ત બળ ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ માટે ખાસ સ્પેસ-એક્સની રોકેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કમ્પ્રેશ્ડ ગેસને કાર્બન-ફાઈબર પ્રેશર વેસલ્સમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ એન્જિનિયરિંગ કૌશલ્ય વાહન વ્યવહાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે.
આ કારની ડિઝાઇન અમેરિકી ફાઇટર જેટ્સ થી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવી છે, જેમાં ધારદાર ખૂણા ધરાવતી બોડી અને છુપાયેલી હેડલાઈટ્સ આપવામાં આવી છે. કારનું વજન ઓછું અને મજબૂત રાખવા માટે મેગ્નેશિયમ, ટાઇટેનિયમ અને કાર્બન ફાઈબર જેવા કિંમતી મટીરિયલનો ઉપયોગ કરાયો છે. આ કારની ટોપ સ્પીડ 370 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે અને એક વાર ચાર્જ કર્યા પછી તેની ડ્રાઇવિંગ રેન્જ 483 કિલોમીટરથી વધુ હોવાનું જણાવાયું છે. આ પ્રીમિયમ મટિરિયલ્સ વાહનને અત્યંત આધુનિક અને ડ્યુરેબલ બનાવે છે. કંપનીએ લાઈવ વેબકાસ્ટ દ્વારા કારનું શાનદાર પ્રદર્શન બતાવીને ઓટો ક્ષેત્રે મોટો ધડાકો કર્યો છે. હાલમાં આ એક ક્ધસેપ્ટ મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ કંપનીએ તેનું બુકિંગ (રિઝર્વેશન) શરૂ કરી દીધું છે. ટેસ્લાનું લક્ષ્ય વર્ષ 2028 સુધીમાં આ કારનું અધિકૃત ઉત્પાદન શરૂ કરી દેવાનું છે. આ અદભુત વાહનને રોડ પર દોડતા જોવા માટે ઓટો પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.