અમેરિકાની ચાર મોટી બેન્કો પર સાયબર હુમલો

બેન્કોના સર્વરમાં એકાઉન્ટ્સની શોધખોળ:ગ્ોરકાન્ાૂની વ્યવહારનો ભય

ગ્રાહકોને પાસવર્ડ/યુઝર્સનેમ શેર નહી કરવા સલાહ- હાલ ફકત એકાઉન્ટ જોઈ શકાય તેવા રીડ-ઓન્લી સાયબર ટુલ સક્રીય કરાયા

વોશિંગ્ટન: દુનિયાભરની ઈન્ટરનેટ-વેબસાઈટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઙઇંઙ લેંગ્વેજમાં બે ક્ષતિઓ ખુલ્લી થયા બાદ હેકર્સ તે સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને દુનિયાભરમાં સર્વરો પર હુમલા કરી રહ્યા હોવાના તરખાટ વચ્ચે હવે એ.આઈ. એજન્ટ પરવાનગી વગર જ બેન્કોના સર્વરમાં ઘુસી રહ્યા હોવાનું જાહેર થતા જ દુનિયાની સૌથી મોટી બેન્કીંગ સીસ્ટમ ધરાવતા અમેરિકામાં ટોચની બેન્કોની હાલત ખરાબ થઈ ગઈ છે જેથી મોર્ગન, મોર્ગન સ્ટેનલી, સીટી બેન્ક, બેન્ક ઓફ અમેરિકા સહિતની બેન્કોના સર્વરમાં આ ક્ષતિના આધારે થર્ડ પાર્ટી એઆઈ એજન્ટ ઘુસી રહ્યા છે તથા ગ્રાહકની સૂચના કે મંજુરી વગર જ નાણાકીય વ્યવહારે કરવાની કોશિશ થઈ હોવાનું પણ નોંધ્યું છે. અમેરિકાની ચાર મોટી બેન્કોમાં દિગ્ગજ કંપનીઓ નાણાકીય સંસ્થાઓના કારોબાર ચાલે છે. મોર્ગન સ્ટેનલીએ તો આ થર્ડ પાર્ટી એ.આઈ. એજન્સીને રોકવા માટે કામગીરી શરૂ કરી છે તો અન્ય બેન્કો તેના એકસેસ પર નિયંત્રણો મુકી રહ્યા છે. આ થર્ડ પાર્ટી એઆઈ એજન્ટ બેન્કના સર્વરમાં ઘુસીને તેના એકાઉન્ટ ઓપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે અને તે કોઈ પણ કામ માટે ફંડ ટ્રાન્સફર કરી શકે છે તેની બેન્કોએ હાલ રીડ-ઓન્લી’ ટેકનીકલ સ્પીડ બ્રેકર કે બેરીકેડ મુકી દીધી છે. જેની આ એઆઈ એજન્ટ ફરી ખાતાઓની માહિતી જોઈ શકે છે પણ કોઈ વ્યવહાર કરી શકતા નથી અને ગ્રાહકને જો વ્યવહાર કરવા હોય તો બેન્ક સપોર્ટ કરે છે. બેન્કોએ ચેતવણી આપી છે કે જો ગ્રાહક આ થર્ડ પાટી એઆઈ એજન્ટની રીકવેસ્ટ પર જો તેના પાસવર્ડ- લોગ ઈન- આઈડી શેર કરશે તો પછી જે કંઈ નાણાકીય વ્યવહારો થશે તેના માટે બેન્ક જવાબદાર રહેશે નહી. બેન્કોએ તેની આવી કોઈ રીકવેસ્ટ કે લીંક નહી ખોલવા ખાસ તાકીદ કરી છે. હવે બેન્ક સાયબર સિકયોરિટીની મદદથી આ પ્રકારે કોઈ થર્ડ પાર્ટી એઆઈ એજન્ટ એકટીવ થાય તો તેને નિષ્ક્રીય કરવાના ખાસ ટુલ તૈયાર કરવા લાગી છે. ખાસ કરીને ગ્રાહકોના નાણાકીય ડેટા જાહેર ન થાય તે ચિંતા બેંક કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ