અમેરિકી મધ્યસત્ર ચૂંટણીમાં ‘ટ્રમ્પ વિરોધી લહેર
અમેરિકાના બંન્ો ગ્ાૃહોની મધ્યસત્ર અન્ો કેટલાક રાજ્યોના ગવર્નરની યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાર્ટીન્ો ઝટકો આપતા બંન્ો ગ્ાૃહોમાં ડેમોક્રેટ પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે. તસ્વીરોમાં ડાબ્ોથી જ્યોર્જીયા રાજ્યના ગવર્નરના ડેમોક્રેટ ઉમેદૃવાર જ્યોર્જીયા ચૂંટાઇ આવ્યા છે, જ્યોર્જીયામાં વીસ વર્ષમાં પ્રથમ વાર ડેમોક્રકેટ ઉમેદૃવાર અન્ો પ્રથમ અસ્વેત ઉમેેદૃવાર ચૂંટાય આવ્યા છે. તસ્વીરમાં જ્યોર્જીયા સાથે વીજેતા ઉમેવાર રફાયેલ વોર્ટનોક સ્ોલ્ફી લઇ રહૃાા છે. ટેકસાસ સ્ટેટના ઓસ્ટિનમાં સ્ોન્ોટના વિજેતા બન્ોલા ડેમોક્રેટ ઉમેદૃવાર જેમ્સ ટાલારિકોના સમર્થકો રાત્રે મોટી સ્ક્રીન પર પરિણામોનું લાઇવ પ્રસારણ નિહાળતા જીતની ઉજવણી કરી રહૃાા છે. ત્રીજી અને અંતિમ તસ્વીરમાં મધ્યસત્ર ચૂંટણીમાં પોતાની પાર્ટીન્ો કારમી હાર છતાં તંગડી ઉંચી રાખતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ્ો પત્રકારો સાથેની વાતચીતમાં જો મતપત્રકમાં પોતાનું નામ હોત તો જંગી વિજય થયો હોત ત્ોવો દૃાવો કરતાં નજરે પડે છે.
સ્ોન્ોટમાં ૧૦૦માંથી ડેમોક્રેટ્સની ૫૩ બ્ોઠક થઈ:હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોટી સરસાઈ:ભારતીય મૂળના વિવેક રામાસ્વામી હાર્યા:સાઉથ કેરોલિનામાં રિપબ્લિકનનો રકાસ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળ બાદૃ યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓ ના પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સે વોિંશગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. તમામ પૂર્વ-ચૂંટણી સર્વેના અંદૃાજો સાચા ઠેરવતા ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ગાબડું પાડ્યું છે.સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં ડેમોક્રેટ્સે મોટો ઉછાળો માર્યો છે. આ ચૂંટણીમાં ભારતીય સમુદૃાય માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં લોરિડાથી ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદૃવાર પિયા ડાંડિયા અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ વિજેતા બન્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના મધ્યસત્રના ચૂંટણીના પરિણામમાં હાર સ્વીકારવા તૈયારી બતાવી દૃીધી છે. આ સાથે તેમણે સવાલો ઊઠાવતા કહૃાું કે બેલેટ પેપર પર મારું નામ હોત તો કદૃાચ અમે ભારે બહુમતથી ચૂંટણી જીતી ગયા હોત. જોકે હું હાર સ્વીકારીને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ હારથી ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગશે અને તે યુદ્ધમાં બેફામ નિર્ણયો લેતા અટકી શકે છે. ટ્રમ્પે કહૃાું કે હું ચૂંટણી મેદૃાનમાં નહોતો. જો હું ચૂંટણીમાં ઉમેદૃવાર તરીકે ઉતર્યો હોત તો રિપબ્લિકન્સ ભારે બહુમતથી જીત્યા હોત. જોકે લોકો ટ્રમ્પની આ પ્રતિક્રિયાની મજાક પણ ઉડાવી રહૃાા છે.ઓહિયો ગવર્નર પદૃની રેસમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી હારી ગયા છે. ડેમોક્રેટ એમી એક્ટને રિપબ્લિકન નેતા વિવેકને હરાવી દૃીધા છે. અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સીએનએન ના અંદૃાજ મુજબ, ડેમોક્રેટિક પાર્ટીએ સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને માત આપીને સંસદૃના નિચલા સદૃન ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ પરિણામથી અમેરિકાના રાજકારણમાં સત્તાનું સંતુલન બદૃલાશે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાના એજન્ડા અને નીતિઓ આગળ ધપાવવા મોટા પડકારો ઉભા થશે.મતદૃાર માહિતીઅમેરિકામાં ટ્રમ્પની પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પક્ષ પાસેથી સાઉથ કેરોલિનાની સીનેટ સીટ છીનવી લીધી છે. છેલ્લા ત્રણ દૃાયકાથી આ સીટ સ્વર્ગસ્થ સાંસદૃ લિન્ડસે ગ્રેહામ પાસે હતી, જ્યાં હવે ડેમોક્રેટિક પાર્ટીના એની એન્ડ્રુઝે જીત હાસિલ કરી છે.અમેરિકાની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો સામે આવ્યા છે.
બ્ોલેટ પ્ોપરમાં મારુ નામ હોત તો જંગી બહુમતીથી જીત્યા હોત
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રદૃર્શનને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. ચૂંટણીમાં પાર્ટીને મળેલી પછડાટ બાદૃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે દૃાવો કર્યો છે કે જો બેલેટ પેપર પર તેમનું નામ હોત તો રિપબ્લિકન પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવી હોત. જોકે, બીજી તરફ તેમણે ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાની અને ડેમોક્રેટિક પાર્ટી સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દૃર્શાવી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રૂથ સોશિયલ’ પર પોસ્ટ કરીને મિડટર્મ ચૂંટણી અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “હું બેલેટ પર નહોતો અને જો હું હોત તો અમે જંગી બહુમતીથી જીત હાંસલ કરી હોત.”
ડેમોક્રેટ્સની જીત બાદ ટ્રમ્પે આપ્યો વીટો પાવર વાપરવાનો સંકેત
અમેરિકામાં ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ બંનેમાં બહુમતી હાંસલ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે રાજકીય પડકાર ઊભો કર્યો છે. આમ છતાં, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તે વિપક્ષના દબાણમાં ઝૂકશે નહીં. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમની પાસે અંતિમ શક્તિ એટલે કે ’વીટો’ છે અને ડેમોક્રેટ્સના પ્રસ્તાવોને રોકવા માટે તે તેનો ઉપયોગ કરશે. તેમને ’મિસ્ટર વીટો’ કહેવામાં આવે તો પણ તેમને કોઈ વાંધો નથી.
અમેરિકી રાજકારણમાં રાષ્ટ્રપતિના વીટો પાવરને કોંગ્રેસના નિર્ણયો પર નિયંત્રણ રાખવાનું એક મહત્વપૂર્ણ બંધારણીય માધ્યમ માનવામાં આવે છે. જો કોંગ્રેસ કોઈ વિધેયક પસાર કરે, તો રાષ્ટ્રપતિ તેના પર વીટો લગાવી શકે છે. જોકે, કોંગ્રેસ બંને સદનોમાં બે-તૃતીયાંશ બહુમતી દ્વારા રાષ્ટ્રપતિના વીટોને પલટી પણ શકે છે, પરંતુ ટ્રમ્પને વિશ્વાસ છે કે આ અધિકારથી તે પોતાના એજન્ડાને આગળ વધારી શકશે.
ટ્રમ્પે ’ટ્રમ્પ વિરુદ્ધ સ્લોટર’ કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આ ફેસલાથી રાષ્ટ્રપતિની કાર્યકારી શક્તિઓ વધુ મજબૂત બની છે. આ નિર્ણય દ્વારા રાષ્ટ્રપતિને ફેડરલ એજન્સીઓ, બોર્ડ અને આયોગો પર વધુ નિયંત્રણ રાખવાનો અધિકાર મળ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે આ વ્યાપક શક્તિઓના આધારે કોંગ્રેસમાં ડેમોક્રેટ્સનું બહુમતી હોવા છતાં તે પોતાના વહીવટીતંત્રની નીતિઓ સફળતાપૂર્વક લાગુ કરી શકશે.
