આજે US પ્રેસિડેન્ટના શપથ: હિંસાની દહેશત

હજ્જારોની સંખ્યામાં તૈનાત કરાયા સશસ્ત્ર સૈન્ય જવાનો

(પ્રતિનિધિ દ્વારા)
વોશિંગ્ટન તા.19
અમેરિકી સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગને અચાનક બંધ કરવી પડી છે. કેપિટલ બિલ્ડિંગને અજાણ્યા ખતરાને કારણે બંધ કરવામાં
આવી છે. વોશિંગટન ડીસીમાં
ચેક પોઈન્ટની પાસે નેશનલ
ગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએફપી ન્યૂઝ પ્રમાણે વોશિંગટન ડીસીમાં આ હલચલ ત્યારે જોવા મળી જ્યારે બે દિવસ બાદ 20 જાન્યુઆરીએ જો બાઈડેન રાષ્ટ્રપતિ પદે શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા બાદથી આસપાસના વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક કરી દેવામાં આવ્યો છે. શહેરમાં હજારોની સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
એનબીસી ન્યૂઝ પ્રમાણે હાલ કેપિટલ કોમ્પ્લેક્સની અંદર તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. જો બાઇડેન 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ કરવાને ઇનોગરેશન ડે પણ કહેવામાં આવે છે.
બાઇડેનના રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદથી વોશિંગટન ડીસીની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
હકીકતમાં 6 જાન્યુઆરી તે સમયે અમેરિકામાં હંગામો થઈ ગયો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને ટ્રમ્પ સમર્થકોમાં ઘર્ષણ થયું જેમાં પાંચનાં મોત થયા હતા.

રિલેટેડ ન્યૂઝ