બિલ ગેટ્સ-મેલિન્ડાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત

માઇક્રોસોટના સહસ્થાપક દૃંપત્તિન્ો ત્રણ બાળકો છે

125 અબજ ડોલરની સંપત્તિના માલિક્ બિલ ગેટ્સ ટ્વિટર પર લખ્યુ ક્ે, ‘જીવનના હવે પછીના તબક્કામાં સાથે રહેવું મુશ્ક્ેલ છે

(સં.સ.સ્ોવા) ન્યૂયોર્ક,તા.૪
દૃુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંના એક તેમજ માઈક્રોસોટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ૨૭ વર્ષના લગ્નજીવન બાદૃ છૂટાછેડા લઈ રહૃાા છે. ખુદૃ બિલ ગેટ્સે આ અંગે પોતાના ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરી છે. બિલ અને મેલિન્ડાને ત્રણ બાળકો પણ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ગેટ્સ દૃંપતીના નજીકના લોકોને ટાંકીને જણાવ્યું હતું કે, બિલ અને મેલિન્ડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદૃ ચાલી રહૃાા હતા. તેમનું લગ્નજીવન અનેકવાર ભંગાણના આરે આવી પહોંચ્યું હતું. જોકે, દૃર વખતે તેમણે પરસ્પર સમજૂતી કરી તેને તૂટતાં બચાવી લીધું હતું. પરિવાર સાથે વધુ સમય વ્યતિત કરવા માટે બિલ ગેટ્સે માઈક્રોસોટ તેમજ બર્કશાયર હાથવેના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દૃીધું હતું. બિલ અને મેલિન્ડા દૃુનિયાભરમાં સૌથી મોટા દૃાનવીર તરીકે પણ જાણીતા છે. તેમના ટ્રસ્ટ બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશને અત્યારસુધી ૫૦ અબજથી પણ વધુ રકમ ચાઈલ્ડ એજ્યુકેશનથી લઈને ગ્લોબલ હેલ્થ, મેલેરિયા તેમજ અન્ય રોગચાળાથી થતાં મોતનો આંકડો ઘટાડવા માટે દૃાનમાં આપી છે. કોરોના સામે લડવા પણ તેમના ફાઉન્ડેશને ૧ અબજથી વધુનું દૃાન કર્યું હતું. પોતાના નિર્ણયની જાહેરાત કરતાં ગેટ્સ દૃંપતીએ લખ્યું હતું કે, ઘણું વિચાર્યા તેમજ લાંબો સમય સાથે રહૃાા બાદૃ હવે અમે અમારા લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું છે. આગળ તેમણે એમ પણ જણાવ્યું છે કે, તેમણે એક એવું ફાઉન્ડેશન ઉભું કર્યું છે કે જે દૃુનિયાના લોકોને આરોગ્યપ્રદૃ અને સારું જીવન જીવવા સક્ષમ બનાવી રહૃાું છે. તેઓ પોતાના આ અભિયાનને આગળ પણ ચાલુ રાખશે, પરંતુ હવે તેમને નથી લાગતું કે જીવનના હવે પછીના તબક્કામાં તેઓ એકબીજાની સાથે કપલ તરીકે રહી શકે. ડિવોર્સ બાદૃ પણ બિલ અને મેલિન્ડા ફાઉન્ડેશન સાથે જોડાયેલા રહેશે. ડિવોર્સ બાદૃ ૬૫ વર્ષના બિલ ગેટ્સની ૧૨૪ અબજ ડોલર જેટલી જંગી મિલકતનું શું થશે તે હજુય સ્પષ્ટ થઈ શક્યું નથી. બિલ ગેટ્સ ભલે દૃુનિયાના સૌથી મોટા દૃાનવીર હોય, પરંતુ તેમની સંપત્તિમાંનો ઘણો મોટો ભાગ હજુય તેમના ફાઉન્ડેશનને દૃાનમાં નથી અપાયો. ૧૬૦૦ જેટલા કર્મચારી ધરાવતું બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વર્ષે પાંચ અબજ જેટલી રકમ ગ્લોબલ પબ્લિક હેલ્થ તેમજ ડેવલપમેન્ટ માટે દૃાન કરે છે. માઈક્રોસોટના સહ-સ્થાપક હોવા ઉપરાંત, ગેટ્સ પરિવારની ગણના અમેરિકામાં સૌથી વધુ ખેતીલાયક જમીનની માલિકી ધરાવતા લોકોમાં પણ થાય છે. તેમણે હોટેલ્સ, કેનેડિયન નેશનલ રેલવે ઉપરાંત કાર ડિલરશીપ, વોિંશગ્ટનમાં ૬૬,૦૦૦ ચોરસ ફુટના મેન્સન સહિત ડઝનબંધ મકાનો ઉપરાંત અન્ય ઘણાબધા ક્ષેત્રોમાં રોકાણ કરેલું છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં બિલ ગેટ્સે પોતાની કેટલીક બિઝનેસ એક્ટિવિટીમાંથી હાથ ખેંચી લીધા હતા.

રિલેટેડ ન્યૂઝ