મેહુલ ચોકસીન્ો ડોમિનિક સરકારે ઘૂસણખોર જાહેર કર્યો

(જી.એન.એસ) ડોમિનિકા,તા.૧૦
ડોમિનિકામાં પકડાયેલા પંજાબ નેશનલ બેક્ધ ગોટાળાના આરોપી અને ભાગેડુ હીરાના બિઝનેસમેન મેહુલ ચોકસીને મોટો ઝાટકો લાગ્યો છે. આ કેરેબિયન દૃેશની સરકારે મેહુલ ચોકસીને ગેરકાયદૃે પ્રવાસી જાહેર કર્યો છે. ચોકસી ભારતથી ભાગીને એન્ટિગુઆમાં રહેતો હતો અને તાજેતરમાં ત્યાંથી તે ડોમિનિકા પહોંચ્યો હતો. તે ફિલ્મી સ્ટાઇલમાં ક્યુબા ભાગવાની ફિરાકમાં હતો ત્યાં પોલીસે તેને પકડી પાડ્યો. એન્ટિગુઆના પ્રધાનમંત્રીએ ડોમિનિકાની સરકારને તેને સીધો ભારતને સોંપવાનો અનુરોધ કર્યો હતો. હવે તેનો ભારત આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
ડોમિનિકાની સરકારે ૨૫મી મેના રોજ રજૂ કરાયેલા એક આદૃેશમાં ચોકસીને ગેરકાયદૃેસર ઇમિગ્રન્ટ જાહેર કર્યો છે. ડોમિનિકાના મિનિસ્ટર ફોર નેશનલ સિક્યોરિટી એન્ડ હોમ અફેર્સ રાયબર્ન બ્લેકમૂરએ આદૃેશ રજૂ કરતાં કહૃાું કે
ચોકસીને દૃેશમાંથી બહાર કરવા માટે દૃેશના કાયદૃા મુજબ પગલાં ભરો. ચોકસીએ ડોમિનિકામાં જામીન અરજી કરી છે તેના પર હજુ કોઇ નિર્ણય આવ્યો નથી. આની પહેલાં ડોમિનિકાની એક કોર્ટે ચોકસીના પ્રત્યર્પણ પર પ્રતિબંધ મૂકી દૃીધો છે.
ચોકસીના વકીલ વિજય અગ્રવાલે ગયા સપ્તાહે દૃાવો કર્યો હતો કે અમે કહૃાું કે તેમનુ અપહરણ કરી લેવાયું હતું અને તેઓ પોતાની મરજીથી ડોમિનિકા ગયા નહોતા.

રિલેટેડ ન્યૂઝ