રોયલ ચેલેન્જર્સની પંજાબ સામે જીત તો કલકત્તાએ સનરાઇઝ હૈદ્રાબાદને હરાવ્યું

રોયલ ચેલેન્જર્સની પંજાબ સામે જીત તો કલકત્તાએ સનરાઇઝ હૈદ્રાબાદને હરાવ્યું


(પ્રતિનિધિ દ્વારા)
દુબઇ તા. 3
આઇપીએલમાં આજે બે મેચ રમાયા હતા. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચે મેચ રમાયા હતો. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 6 રને વિજય થયો હતો.
રોયલ ચલેન્જર્સે તેના દાવમાં 7 વિકેટના ભોગે 164 રન કર્યા હતા. જેમાં મેકસવેલે 33 દડામાં 57 રન, દેવદતે 38 દડામાં 40 રન વિરાટ કોહલીએ 25 રન, એ.બી. ડી વિલ્યસે 23 રન કર્યા હતા. જે જીત માટે મુખ્ય રહ્યાં હતા.
પંજાબની ટીમે 6 વિકેટના ભોગે 158 રન કરી શકી હતી. જેમાં અગ્રવાલે 57 રન, રાહુલે 39 રન અને માર્કમે 20 રન કર્યા હતા.
બીજા મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદ્રાબાદ વચ્ચે મેચ રમાયો હતો. જેમાં સનરાઇઝ હૈદ્રાબાદ 8 વિકેટના ભોગે 115 રન જ કરી શકી હતી. તો કલકતા કીંગ્સ રાઇડસે 19.4 ઓવરમાં 119 રન કરીને વિજય મેળવી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ