કંધારમાં શિયા મસ્જિદૃમાં હુમલામાં ૩૨ લોકોનાં મોત

હુમલાખોરોએ અફઘાનિસ્તાનમાં એક મસ્જિદૃને નિશાન બનાવી

ધડાકો જુમ્માની નમાજ દૃરમિયાન થયો, બ્લાસ્ટની તપાસ જારી, વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ થયું નથી

કાબુલ, તા.૧૫
અફઘાનિસ્તાનમાં કંધારની એક શિયા મસ્જિદૃમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા છે. સ્થાનીક પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ૩૨ લોકોના મોત થયા છે અને ૪૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ કહૃાું કે વિસ્ફોટકો દ્વારા હુમલાખોરોએ કંધારમાં એક મસ્જિદૃને નિશાન બનાવી હતી. આ સપ્તાહની શરૂઆતમાં દૃેશના ઉત્તરીય ભાગમાં પણ આવો જ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેમણે આ મામલાની વધુ વિગતો આપી ન હતી અને કહૃાું હતું કે હાલમાં બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. શુક્રવારે બપોરે નમાઝમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે.
આ ધમાકો જુમ્માની નમાજ દૃરમિયાન થયો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ પ્રમાણે કંધારના ઇમામ બરગાહ મસ્જિદૃમાં એક બાદૃ એક ત્રણ ધમાકા થયા છે. મહત્વનું છે કે ઇમામ બરગાદૃ મસ્જિદૃ કંધારની સૌથી મોટી મસ્જિદૃોમાં એક છે.
પ્રત્યક્ષદૃર્શીઓ પ્રમાણે ધમાકો જોરદૃાર હતો અને હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈ ગ્રુપે આ હુમલાની જવાબદૃારી લીધી નથી.હાલમાં ૮ ઓક્ટોબરે એક શિયા મસ્જિદૃમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા હતા. આ ધમાકાને એક આત્મઘાતી હુમલાખોરો અંજામ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ